ગીર સોમનાથ 22 જુલાઈ (હિ.સ.) પ્રભાસ પાટણ પો.સ્ટે. E-FIR તપાસમાં મળતા જેના કામે ફરી.- અશ્વીનભાઇ અરજણભાઇ ખુંટડ રહે કદવાર ગામ તા.સુત્રાપાડા વાળાએ સોમનાથ દરિયાઇ પટ્ટી વિસ્તારમાંથી પોતાનું કાળા કલરનું મોટર સાયકલ હોન્ડા કંપનીની સીડી-૧૧૦ રજી નં. GJ-32-E-1647 ચોરી થવા બાબતે પ્ર.પાટણ પો.સ્ટે. ગુ.ર.નં.૦૫૬૯/૨૦૨૫ BNS ક.૩૦૩(૨) મુજબનો ગુન્હો રજી. થયેલ.
જુનાગઢ રેન્જ આઇ.જી.પી.નિલેષ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર વેરાવળ વિભાગ વેરાવળ નાઓ તરફથી જિલ્લા/જિલ્લા બહાર બનતા આવા ઘરફોડ/ચોરીના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ આવા ગુન્હાઓ બનતા અટકાવવા જરૂરી સુચના મળેલ.
જે અનુસંધાને પ્રભાસ પાટણ પો.સ્ટે.ના પોલીસ ઇસ્પેક્ટર એન.બી. ચૌહાણ સા નાઓની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ ઉપરોકત ગુન્હા બાબતે પ્રભાસ પાટણ પો.સ્ટે.ના માણસો પો.સ્ટે. વિસ્તારમાં વોચ તપાસ/પેટ્રોલીંગમા હતા દરમિયાન પો.હેડ.કોન્સ. કૃષ્ણકુમારસિંહ કર્ણસિંહ તથા પો.કોન્સ. પિયુષભાઈ કાનાભાઇ તથા કરણસિંહ બાબુભાઇ નાઓએ અલગ-અલગ જગ્યાના સી.સી.ટી.વી. કેમેરા ચેક કરી તથા હ્યુમન ચોર્સીસ ના આધારે નીચે જણાવેલ આરોપીને ઉપરોકત ગુન્હામાં ચોરીમાં ગયેલ અસલ મુદ્દામાલ સાથે પકડી પાડી વધુ પુછપરછ કરતા થોડા સમય અગાઉ કેશોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પણ એક સ્પ્લેન્ડર પ્લસ મોટર સાઇકલ ચોરી કરેલ હોવાની કબુલાત આપતા સદર મો.સા. કબ્જે કરી તપાસ કરતા સદર મો.સા. ચોરી બાબતે કેશોદ પો.સ્ટે. ગુ.ર.નં.૪૭૭/૨૦૨૫ BNS-કલમ-૩૦૩(૨) મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય.જે બન્ને મો.સા. કબ્જે કરી બન્ને અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવેલ છે અને આગળની તપાસ પો.હેડ.કોન્સ ડી.કે. ગોહીલ નાઓ ચલાવી રહ્યા છે તેમજ કેશોદ પો.સ્ટે. જાણ કરવામાં આવેલ છે.
આરોપી:- હુસેન ઉર્ફે શબ્બીર દાદાભાઇ કાલવાણીયા ઉ.વ.૪૧ ધંધો મચ્છીનો રહે.પ્ર.પાટણ બાયપાસ તા.વેરાવળ
કબ્જે કરેલ મુદ્દામાલ-(૧) હોન્ડા કંપનીની સીડી-૧૧૦ મો.સા. રજી નં.GJ-32-E-1647 કિ.રૂ.3૦,૦૦૦/-
(૨) હિરો કંપની સ્પ્લેન્ડર પ્લસ મો.સા. નંબર પ્લેટ વિનાની કિ.રૂ.૨૦,૦૦૦/- કુલ કિ.રૂ.૫૦,૦૦૦/-
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ