સિધ્ધપુરની હોટલ ખાતે ક્ષત્રિય સમાજની બિઝનેસ મિટીંગ યોજાઇ
પાટણ, 22 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લાના સિદ્ધપુર હોટલ મેરીગોલ્ડ ખાતે ક્ષત્રિય સમાજની બિઝનેસ મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બિઝનેસ મીટ માં મુખ્ય મહેમાન તરીકે પ્રખ્યાત બિઝનેસ કોચ તથા ૪ થી વધુ ઇન્ટરનેશનલ પુસ્તકોના લેખક અભિજીતસિંહ જાડેજા અને જ
સિધ્ધપુરની હોટલ ખાતે ક્ષત્રિય સમાજની બિઝનેસ મિટીંગ યોજાઇ


પાટણ, 22 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લાના સિદ્ધપુર હોટલ મેરીગોલ્ડ ખાતે ક્ષત્રિય સમાજની બિઝનેસ મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બિઝનેસ મીટ માં મુખ્ય મહેમાન તરીકે પ્રખ્યાત બિઝનેસ કોચ તથા ૪ થી વધુ ઇન્ટરનેશનલ પુસ્તકોના લેખક અભિજીતસિંહ જાડેજા અને જાણીતા ઉદ્યોગપતિ રાજેન્દ્રસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.ક્ષત્રિય સમાજ ના ધંધા રોજગાર સાથે સંકળાયેલા યુવા ભાઇઓ અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ બિઝનેસ મીટિંગ માં રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અભિજીતસિંહ જાડેજા દ્વારા આવનાર સમય માં પોતાના બિઝનેસ ને વધુ મજબૂત કેવી રીતે કરી શકાય એની સ્ટ્રેટેજી અને પ્લાનિંગ વિશે ઉંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી, ઉદ્યોગપતિ રાજેન્દ્રસિંહ ઝાલા દ્વારા લાઇવ જીવન લક્ષી ઉદાહરણો દ્વારા સમજણ પૂરી પાડી હતી.તેમજ અનેક પ્રકારની પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. જેમાં ખૂબ જ સરસ રીતે સમજણ આપવામાં આવી હતી.દરેક ધંધાર્થી નો પરિચય લેવામાં આવ્યો હતો.અંતે હળવાશ અને સ્વરુચિ ભોજન કર્યા બાદ સહુ સાથે છૂટા પડ્યા હતા.આવેલા મહેમાનો દ્વારા આયોજક રોહિતસિંહ રાજપૂત,મહેશસિંહ રાજપૂતને પુસ્તકો ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande