ગુમ થયેલ મોબાઇલ “CEIR” પોર્ટલની મદદથી શોધી મુળ માલિકોને પરત અપાયા
અમરેલી 22 જુલાઈ (હિ.સ.) : તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ગુમ થયેલા મોબાઇલ ફોન્સ શોધીને મૂળ માલિકોને પરત કરવા માટે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ ડેન્ટિટી રજિસ્ટર (CEIR) પોર્ટલની મદદથી
ગુમ થયેલ મોબાઇલ “CEIR” પોર્ટલની મદદથી શોધી મુળ માલિકોને પરત અપાયા


અમરેલી 22 જુલાઈ (હિ.સ.) : તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ગુમ થયેલા મોબાઇલ ફોન્સ શોધીને મૂળ માલિકોને પરત કરવા માટે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ ડેન્ટિટી રજિસ્ટર (CEIR) પોર્ટલની મદદથી પોલીસ દ્વારા ગુમ થયેલા મોબાઇલોની શોધખોળ કરી તેમને માલિકોને પરત આપવામાં આવી રહ્યાં છે.

આ કામગીરી અંતર્ગત અરજદારશ્રીઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં થયેલી ફરિયાદોને આધારે સંબંધિત મોબાઇલની માહિતી CEIR પોર્ટલ પર અપલોડ કરીને ટેક્નિકલ ટ્રેકિંગ શરૂ કરવામાં આવે છે. જેના પરિણામે અલગ અલગ સ્થળેથી મળેલા મોબાઇલ ફોન્સ પોલીસે કબજામાં લઇ તેના મૂળ માલિકો સુધી પહોંચાડ્યા હતા. અમરેલી તાલુકા પોલીસ દ્વારા કુલ ૨૪થી વધુ મોબાઇલ ફોન પકડવામાં આવ્યા હતા, જેની અંદાજિત કિંમત ૩.૭૦ લાખ રૂપિયાથી વધુ હોવાનું અનુમાન છે.

મોબાઇલ પરત મેળવનાર અરજદારોના ચહેરા પર ખુશી ઝગમગાવી ઉઠી હતી અને તેમણે અમરેલી તાલુકા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ પોલીસ કર્મચારીઓની આ કામગીરીની જાહેરમાં પ્રશંસા થઇ રહી છે.

આ કાર્યક્રમની સફળતા માટે જિલ્લા પોલીસ વડા તથા તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ સ્ટાફે સતત પરિશ્રમ કર્યો હતો. “તેરા તુજકો અર્પણ” અભિયાનથી લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધતો જણાઈ રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande