કચ્છમાં 12000 હેક્ટરથી વધુ વિસ્તારમાં કેરીનું વાવેતર થયું, રાજ્યમાં કુલ 856 મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ
ભુજ - કચ્છ, 22 જુલાઈ (હિ.સ.) ભારતને વિશ્વનો સૌથી મોટો કેરી ઉત્પાદક દેશ બનાવવામાં ગુજરાતનું યોગદાન હંમેશા નોંધપાત્ર રહ્યું છે. આજે ગુજરાતની કેરી, ખાસ કરીને તેની અનોખી સુગંધ અને સ્વાદ માટે જાણીતી કેસર કેરી માત્ર સ્થાનિક બજારો જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રી
કચ્છની કેસર કેરી પણ આંતરરાષ્ટ્રીય બજાર સર કરી રહી છે.


ભુજ - કચ્છ, 22 જુલાઈ (હિ.સ.) ભારતને વિશ્વનો સૌથી મોટો કેરી ઉત્પાદક દેશ બનાવવામાં ગુજરાતનું યોગદાન હંમેશા નોંધપાત્ર રહ્યું છે. આજે ગુજરાતની કેરી, ખાસ કરીને તેની અનોખી સુગંધ અને સ્વાદ માટે જાણીતી કેસર કેરી માત્ર સ્થાનિક બજારો જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ધૂમ મચાવી રહી છે. 2024-25માં કચ્છમાં 12000 હેક્ટરથી વધુ વિસ્તારમાં કેરીનું વાવેતર થયું હતું, રાજ્યમાં કુલ 856 મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ કરાઈ છે જેમાં કચ્છનું યોગદાન છે.

નિકાસમાં નવા કીર્તિમાનો સ્થાપિત

છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતે કેરીની નિકાસમાં નવા કીર્તિમાનો સ્થાપિત કર્યા છે, જે રાજ્ય સરકારના દૂરંદેશી પ્રયાસોનું પરિણામ છે.

ગુજરાતના કેરી ઉત્પાદક ખેડૂતો દ્વારા રાજ્ય સરકારના પ્રોત્સાહનથી વર્ષ 2024-25 દરમિયાન કુલ 856 મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ કરવામાં આવી છે.

કચ્છમાં કેસર કેરીની ખેતીનું પ્રમાણ વધ્યું

આ સંદર્ભે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યા છે. કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કેરી માટેના આંબાનું સૌથી વધુ વાવેતર વલસાડ, નવસારી, ગીર-સોમનાથ, કચ્છ અને સુરત જિલ્લામાં થાય છે. વર્ષ 2024-25માં કચ્છ જિલ્લામાં 12000 હેક્ટરથી વધુ વિસ્તારમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું હતું. કચ્છમાં પણ કેસર કેરીની ખેતીનું પ્રમાણ વધ્યું છે, તેમ પણ ઉમેર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande