મહેસાણામાં સિઝનનો 44.82% વરસાદ, 25મી બાદ ફરી જોરદાર વરસાદની શક્યતા
મહેસાણા, 22 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં ચોમાસાની ઋતુમાં અત્યાર સુધી સરેરાશ 44.82 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદી માહોલ છવાયેલો છે. હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી ફરીથી વરસાદમાં તેજી આવવાની શક્યતા છે. સોમવારે મ
વરસાદનું જોર ઘટયું


મહેસાણા, 22 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં ચોમાસાની ઋતુમાં અત્યાર સુધી સરેરાશ 44.82 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદી માહોલ છવાયેલો છે. હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી ફરીથી વરસાદમાં તેજી આવવાની શક્યતા છે.

સોમવારે મહેસાણા જિલ્લામાં આવેલા કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાંકમાં હળવો વરસાદ નોંધાયો. વિસનગરમાં 2 ઇંચ, સતલાસાણામાં પોણા 2 ઇંચ, ખેરાલુમાં 10 મીમી, વિજાપુરમાં 9 મીમી, વડનગરમાં 5 મીમી અને કડીમાં 3 મીમી જેટલો વરસાદ પડ્યો હતો. પાટણ જિલ્લામાં પણ તાજા 24 કલાકમાં પાટણ શહેરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે.

આ અંગે મહેસાણા જિલ્લાના કૃષિ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અત્યાર સુધી સતલાસાણા તાલુકામાં સૌથી વધુ 70.60% અને બહુચરાજી માં સૌથી ઓછો 19.69% વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે સિઝનમાં જરૂરી હોવાથી ઓછા વરસાદની અસર ખેતી પર પણ પડી શકે છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં છૂટાછવાયા વરસાદ ચાલુ રહેશે અને 25 જુલાઈ પછી દક્ષિણ ગુજરાતથી આગળ વધતો સિસ્ટમ ઉત્તર ગુજરાતને સ્પર્શશે, જેથી ફરી એકવાર વરસાદમાં જોર આવી શકે છે. સાથે જ 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાને કારણે આકાશીય વીજ સાથે વરસાદના સમાચાર મળ્યા છે.વરસાદની સ્થિતિને લઈ ખેડૂતો, નગરજનો અને પ્રશાસન માટે આગામી દિવસોમાં વધુ સતર્ક રહેવાની જરૂર રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande