મહેસાણા 22 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના મેવડ ગામની અનુપમ પ્રાથમિક શાળાના શિક્ષક નરેશકુમાર ચૌધરી છેલ્લા 2013થી શિક્ષણ સાથે રમતગમતમાં પણ બાળકોને આગળ ધપાવી રહ્યા છે. તેમણે ગણિત-વિજ્ઞાનના વિષયમાં રસ પેદા કરાવ્યાની સાથે રમતગમતમાં પણ 350થી વધુ બાળકોને ટ્રેનિંગ આપી છે. પરિણામે શાળાના વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષાના 45થી વધુ મેડલ અને નેશનલ-ઇન્ટરનેશનલ સ્તરે સિદ્ધિ મેળવી છે.
શાળા પૂર્વ વિદ્યાર્થીઓ MBBS, એન્જિનિયરિંગ, નર્સિંગ જેવા ક્ષેત્રોમાં આગળ વધી રહ્યા છે. કેટલીક વિદ્યાર્થીનીઓએ નેશનલ લેવલ સુધી હેન્ડબોલ, ફેન્સીંગ અને એથ્લેટિક્સમાં પણ પોતાનું ખ્યાતિ પ્રાપ્ત કર્યું છે. નરેશભાઈના ઉત્સાહ અને માર્ગદર્શનને કારણે મેવડ શાળા આજ ગામનું ગૌરવ બની છે.
શાળાના વિદ્યાર્થીઓ અને ગામના લોકોનું માનવું છે કે જો દરેક શાળામાં આવા સમર્પિત શિક્ષક મળે, તો ગ્રામ્ય વિસ્તારનાં બાળકો પણ ભણતર અને રમતગમત બંનેમાં ચમકી શકે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR