સુજનીપુરમાં સગીરાની આપઘાતની ઘટના, યુવક વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો
પાટણ, 22 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સુજનીપુર ગામમાં 20 જુલાઈ 2025ના રોજ સવારે 9 વાગ્યે એક સગીરાએ પોતાના ઘરે પંખા સાથે ચાદર વડે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. સગીરાના પિતાએ સરસ્વતી પોલીસ મથકે યુવક દીપક વિશાલભાઈ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ
સુજનીપુરમાં સગીરાની આપઘાતની ઘટના, યુવક વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો


પાટણ, 22 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સુજનીપુર ગામમાં 20 જુલાઈ 2025ના રોજ સવારે 9 વાગ્યે એક સગીરાએ પોતાના ઘરે પંખા સાથે ચાદર વડે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.

સગીરાના પિતાએ સરસ્વતી પોલીસ મથકે યુવક દીપક વિશાલભાઈ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી સ્કૂલે અને ટ્યુશન જતા-આવતા સગીરાનો પીછો કરતો અને વારંવાર મોબાઈલ નંબરની માંગણી કરતો હતો. આ પજવણીથી કંટાળી સગીરાએ આ પગલું ભર્યું હોવાનું જણાઈ આવ્યું છે.

પોલીસે દીપક ચૌહાણ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 107, 75(2), 78(2) તેમજ પોક્સો એક્ટની કલમ 11(4), 12 અને 18 હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપીની શોધખોળ શરૂ કરી કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande