જેસર તાલુકાના જુનાપાદર ગામે પ્રાકૃતિક કૃષિ પ્રેરણા પ્રવાસ અને તાલીમ યોજાઇ
ભાવનગર 22 જુલાઈ (હિ.સ.) જેસર તાલુકાના જુનાપાદર ગામે આત્મા પ્રોજેક્ટ ભાવનગરના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક કૃષિ પ્રેરણા પ્રવાસ અને તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ તથા બહેનો ઉમટી પડ્યા હતા. ખેડ
જેસર તાલુકાના જુનાપાદર ગામે પ્રાકૃતિક કૃષિ પ્રેરણા પ્રવાસ અને તાલીમ યોજાઇ


ભાવનગર 22 જુલાઈ (હિ.સ.) જેસર તાલુકાના જુનાપાદર ગામે આત્મા પ્રોજેક્ટ ભાવનગરના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક કૃષિ પ્રેરણા પ્રવાસ અને તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ તથા બહેનો ઉમટી પડ્યા હતા. ખેડૂતોને પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરવા પ્રોત્સાહન મળે તેમજ જમીન અને પર્યાવરણ સંરક્ષણ સાથે ઉપજ વધારી શકાય તે માટે આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રસંગે આત્મા પ્રોજેક્ટના નિષ્ણાત અધિકારીઓએ પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાંઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ખેડૂતોએ જુનાપાદર ગામે વિકસાવેલા મોડેલ ફાર્મની મુલાકાત લઈ પ્રયોગાત્મક રીતે અપનાવવામાં આવેલ જુદા-જુદા રીતિયાતોની માહિતી મેળવી. જુમલગાડું, દશપર્ણી અર્ક, જીવામૃત, ઘનજીવામૃત જેવી પ્રાકૃતિક ખાતર-જંતુનાશક પદ્ધતિઓના પ્રયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ જમીનના સ્વાસ્થ્ય અને પાણીના સંરક્ષણ સાથે ખેતીમાં ખર્ચ ઘટાડીને આવક વધારવાની દિશામાં માર્ગદર્શન આપવામાં આવ્યું.

કૃષિ અધિકારીઓએ ખેડૂતોએ વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા અને સરકાર તરફથી મળતી સહાય યોજના અંગે માહિતગાર કર્યા. ખેડૂતોએ તાલીમ દરમિયાન પ્રશ્નો પુછીને શંકાઓનું નિવારણ કર્યું અને મોડેલ ફાર્મની પદ્ધતિઓ ગ્રાઉન્ડ લેવલ પર કેવી રીતે અપનાવી શકાય તેની માહિતી મેળવી.

આ કાર્યક્રમ અંતે આત્મા પ્રોજેક્ટના અધિકારીઓએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા અનુરોધ કર્યો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande