18 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડતી પોરબંદર એલ.સી.બી.
પોરબંદર, 22 જુલાઈ (હિ.સ.) : પોરબંદર પોલીસે નાસતા ફરતા આરોપીને ઝડપી લેવાની ખાસ ઝુંબેશ શરૂ કરી છે. તેમા 18 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેવામા એલસીબીને સફળતા મળી છે. પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2008મા ત્રણ ટ્રક વેચી નાંખી ટ્રકની લોનનો હપ
18 વર્ષ થી ફરાર આરોપીને ઝડપી પાડતી પોરબંદર એલ.સી.બી.


18 વર્ષ થી ફરાર આરોપીને ઝડપી પાડતી પોરબંદર એલ.સી.બી.


પોરબંદર, 22 જુલાઈ (હિ.સ.) : પોરબંદર પોલીસે નાસતા ફરતા આરોપીને ઝડપી લેવાની ખાસ ઝુંબેશ શરૂ કરી છે. તેમા 18 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેવામા એલસીબીને સફળતા મળી છે.

પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2008મા ત્રણ ટ્રક વેચી નાંખી ટ્રકની લોનનો હપ્તા નહિં ભરી છેતરપીડી કરવા અંગેની ફરીયાદ અજીત દયાનંદ ચવ્વાણ નામના શખ્સ સામે નોંધાઈ હતી ત્યારથી આ શખ્સ નાસતો ફરતો હતો આ શખ્સ કેરળ માં હોવાની બાતમી પોરબંદર એલસીબીને મળી હતી જેના આધારે પોલીસે દરોડો પાડી કેરળના આલપુર જીલ્લાના ચેન્ગાનુરમાંથી ઝડપી લીધો હતો તેમનો કબ્જો કમલાબાગ પોલીસને સોંપ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande