પોરબંદર, 22 જુલાઈ (હિ.સ.)પોરબંદર જિલ્લાના બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમે છે. પોલીસ અને વનવિભાગ દ્વારા અવારનવાર દરોડા પાડવામા આવે છે.ત્યારે વધુ એક વખત બરડા ડુંગર વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે બરડા ડુંગર વિસ્તારમાં રાણાવાવ પોલીસ પેટ્રોલીગમા હતી તે દરમ્યાન ફુલજર નેશ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલી રહી છે તેવી બાતમીના આધારે દરોડો પાડયો હતો તે દરમ્યાન દેશી દારૂ બનાવાનો આથો 1200 લીટર અને ભઠ્ઠીના સાધનો મળી કલ રૂ.34,100નો મુદામલ મળી આવ્યા હતા આ દરોડા દરમ્યાન બુટલેગર સુકા નાથા કોડીયાર હાજર મળી આવ્યો ન હતો તેમાની સામે ફરીયાદ નોંધવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya