ભચાઉ તાલુકાના ભરૂડિયામાં મકાન, રસ્તા સહિતના 5 કરોડના કામો થશે
ભુજ - કચ્છ, 22 જુલાઈ (હિ.સ.) ભચાઉ તાલુકાનાં ભરૂડીયા ખાતે પાંચ કરોડના ખર્ચે વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું ભરૂડિયા ગામની પ્રાથમિક માધ્યમિક શાળાનાં મકાન, રસ્તા અને ગટરનાં કામોનું ખાતમુહૂર્ત રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ક
ધારાસભ્ય, જિ.પં.ના પ્રમુખ દ્વારા ભૂમિપૂજન


ભુજ - કચ્છ, 22 જુલાઈ (હિ.સ.) ભચાઉ તાલુકાનાં ભરૂડીયા ખાતે પાંચ કરોડના ખર્ચે વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું ભરૂડિયા ગામની પ્રાથમિક માધ્યમિક શાળાનાં મકાન, રસ્તા અને ગટરનાં કામોનું ખાતમુહૂર્ત રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરાયું હતું.

રાપર વિધાનસભામાં એક બાદ એક કામો ચાલુ

જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ કહ્યું હતું કે, કામની લગન, ધગશ, ઉમંગ હોય તો કામ કેમ ન થાય તે ધારાસભ્ય વીરેન્દ્રસિંહ પાસેથી શીખવાનું છે. માતબર રકમનાં કામો રાપર વિધાનસભામાં એક પછી એક થતાં હોવાનુ જણાવી આંટીઘૂટીમાં અટવાયેલું કામ પાટે ચડાવવામાં કુનેહનો ઉપયોગ કરી સરકારમાં રજૂઆત કરીને પ્રજા હિતમાં સક્રિય રહ્યા હોવાની લાગણી વ્યક્ત કરી હતી.

હાઇસ્કુલ માટે એક એકર જમીનનું દાન મળ્યું

પલાંસવા ટીક્કર રોડ તેમજ જિલ્લા પંચાયતના થયેલા વિવિધ કાર્યોની વાત કરી ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રજાહિત માટે કામ કરવા કટિબદ્ધ હોવાની લાગણી તેમણે વ્યક્ત કરી હતી. હાઈસ્કૂલનાં મકાન માટે એક એકર જમીન અર્પણ કરનારા મુંબઈ રહેતા ભરૂડિયાના દાતા ભાવલબેન અરજણભાઈ નોધાભાઈ સત્રા પરિવારના સ્વામાતિંબેન ધીરજભાઈ સત્રા, અને તેમના પુત્ર જીતભાઈનું ધારાસભ્યના હસ્તે સન્માન કરાયું હતું. સરપંચ ઉપેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે, આ ભૂમિ દાતાએ ગામના વિકાસ માટે અગાઉ કિંમતી જમીનનું દાન દવાખાના, જૈન સેનેટરી અને પ્રાથમિક શાળા માટે આપ્યું છે. ગામના દાતા સદાય ઉપયોગી બને છે.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande