સચીનના વક્તાણા ગામ પાસેનો બનાવ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાંથી 3.52 લાખના લોખંડની ચોરી
સુરત,22 જુલાઈ (હિ.સ.)- શહેરના સચિન વક્તાણા ગામ પાસે બુલેટ ટ્રેનનું કામ ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ટ્રેક બનાવવા માટે લોખંડનો સામાન ત્યાં મૂકી રાખવામાં આવ્યો છે. ત્યારે થોડા દિવસ અગાઉ રાત્રિના સમયગાળા દરમિયાન અજાણ્યા ચોરી સમુહ એ અંધા
સચીનના વક્તાણા ગામ પાસેનો બનાવ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાંથી 3.52 લાખના લોખંડની ચોરી


સુરત,22 જુલાઈ (હિ.સ.)- શહેરના સચિન વક્તાણા ગામ પાસે બુલેટ ટ્રેનનું કામ ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ટ્રેક બનાવવા માટે લોખંડનો સામાન ત્યાં મૂકી રાખવામાં આવ્યો છે. ત્યારે થોડા દિવસ અગાઉ રાત્રિના સમયગાળા દરમિયાન અજાણ્યા ચોરી સમુહ એ અંધારા નો લાભ ઉઠાવી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નો સામાન મૂકવામાં આવ્યો છે ત્યાંથી અલગ અલગ લોખંડના પ્લેટો તથા બોર્ડ સ્પ્રિંગ વાઇસર સહિતની મુદ્દામાલ મળી ₹3.52 લાખની લોખંડની ચોરી કરી પ્લાન થઈ ગયા છે જેથી ભોગ બનનાર કર્મચારીએ સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઇસમ સામે ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે મૂળ ઉત્તર પ્રદેશના વતની અને સુરતના ઉમરા ગામ પાસપોર્ટ ઓફિસ પાસે આવેલ કેશવ નગરમાં રહેતા 56 વર્ષીય વિનોદ શ્રીછબીરામ યાદવ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા છે. હાલમાં સચિન બગદાણા ગામ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ડાઉન લાઇન ચેનલ નંબર 53 તથા પીલર નંબર 13 અને 14 વચ્ચે આવેલ ગડર ઉપર કેટલો લોખંડનો સામાન મૂકી રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન તારીખ 12/7/2025 ના રોજ સાંજે 6:00 વાગ્યાથી તારીખ 13/7/2025 ના રોજ સવારે 10:00 વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં લોંખડ ફીટ કરવાની કામગીરી ચાલુ હતી. ત્યાં મુકેલ ઇરેઇલ ફાસ્ટનીંગ સ્ટેસ લોખંડની 80 નંગ પ્લેટ તથા 160 નંગ લોખંડના બોલ્ટ, 160 નંગ વાઇસર તથા 160 નંગ લોખંડના સ્પ્રિંગ વાઇસર તથા 10 નંગ પ્લાસ્ટિકના ઇન્સ્યુલેટર પ્લેટ મળી કુલ રૂપિયા 3.52 લાખની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. બનાવને પગલે વિનોદભાઈની ફરિયાદ લેતા સચિન પોલીસે અજાણ્યા ચોર ઈસમો સામે રૂપિયા 3.52 લાખની લોખંડની ચોરી નો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande