પોરબંદર જિલ્લામાં છેલ્લાં 3 વર્ષમાં ક્રાઈમ રેઈટ ઘટ્યો
પોરબંદર, 22 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં ક્રાઈમ રેઈટમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. પોરબંદર એસ.પી. તરીકે ભગીરથસિંહ જાડેજાએ ચાર્જ સાંભળ્યા બાદ શહેરના માથાભારે શખ્સો કહેવાતી ગેંગ અને વ્યાજખોરોને જેલહવાલે કરવામાં આવ્યા છે. અને સતતને સતત જિલ્લામાં
પોરબંદર જિલ્લામાં છેલ્લાં 3 વર્ષમાં ક્રાઈમ રેઈટ ઘટ્યો.


પોરબંદર, 22 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં ક્રાઈમ રેઈટમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. પોરબંદર એસ.પી. તરીકે ભગીરથસિંહ જાડેજાએ ચાર્જ સાંભળ્યા બાદ શહેરના માથાભારે શખ્સો કહેવાતી ગેંગ અને વ્યાજખોરોને જેલહવાલે કરવામાં આવ્યા છે. અને સતતને સતત જિલ્લામાં ક્રાઈમમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આમ જોયે તો પોરબંદરની છબી ખરાબ હોવાનું કહેવાય છે પરંતુ પોરબંદરમાં કાયદો અને વ્યવસ્થા ઘણા વર્ષોથી સારી જ છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી કારણકે અન્ય જિલ્લાની સરખામણીમાં એવા મોટા કોઈ ક્રાઈમ થતા નથી. અને છેલ્લા ત્રણ વર્ષથી પોરબંદરમાં ક્રાઈમ રેઈટમાં ઘટાડો આવ્યો છે. પોરબંદર પોલીસે ક્રાઈમ રેઈટની વિગતો જાહેર કરી છે. આ વિગતો મુજબ તેમાં મહત્વના કેસ પર નજર કરીએ તો હત્યાના 2022-23 માં 13 ગુના, 23-24માં 12 ગુના અને 24-25 માં માત્ર 6 ગુનાઓ જ નોંધાયા હતા અને આ તમામ ગુનામાં કેસના આરોપીઓ ઝડપાય ગયેલ છે તો ખૂનની કોશિશના ગુનામાં જોયે તો 2022-23 માં 8 ગુણ 23-24માં 14 અને 24-25 માં 6 ગુના નોંધાયા હતા અને આ કેસમાં પણ તમામ આરોપીઓ ઝડપાઈ ગયેલ છે. જયારે ઇજાના ગુનામાં 2022-23 માં 86 ગુન્હ 23-24 માં 79 અને 24-25 भां 70 જેટલા ગુનાઓ નોંધાયા હતા. આ કેસમાં પણ તમામ ગગુનેગારોને ઝડપી લેવામાં આવ્યા છે. તેમજ ચોરીના કેસ પર નજર કરીએ તો 2022-23 માં 65 ગુના જાહેર થયા જેમાંથી 42 કેસના આરોપીઓ ઝડપાયા છે તેમજ 23-24 માં 74 ગુના નોંધાયા હતા જેમાંથી 46 કેસના આરોપીઓ ઝડપાયા હતા અને 24-25 માં 33 ગુના જાહેર થયા હતા તે પૈકી 27 ગુનાના આરોપીઓને પોલીસે ઝડપી પડ્યા હતા. આ ઉપરાંત મહત્વના અન્ય ગુનાઓમાં પણ પોલીસને આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે.

આ ઉપરાંત પોરબંદરમાં જોવા જાયે તો છેલ્લા દોઢ વર્ષમાં ત્રણ ગેંગ વિરુદ્ધ પોરબંદર પોલીસે ગુજસીટોક હેઠળ ફરિયાદ દાખલ કરી છે જેમાં ઓડદરની છેલાણા ગેંગ, પોરબંદરથી સોની વેપારીનું અપહરણ કરનાર લાઠીયા ગેંગ અને રાણપરની કુખ્યાત બુટલેગર ગેંગ વિરુદ્ધ પોરબંદર પોલીસે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande