ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરનો રસ્તો, પથ્થરાળ બની ગયો ભક્તોને ભારે હાલાકી
700 થી પણ વધુ કાવડયાત્રીઓ ખુલ્લા પગે કપચા ઉપરથી ચાલીને જવા મજબૂર બન્યા કાવડયાત્રીઓને પગમાં કપચા લાગતા ઇજાગ્રસ્ત થતા તેમની યાત્રામાં ખેદ ઊભો થયો હતો અગાવ આ રસ્તાનો અહેવાલ પ્રકાશિત કરતા ખાડામાં કપચા નાખી રોલર પણ ના ફેરવ્યું આ માર્ગ અને મકાન ખાતાને
ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરનો રસ્તો પથ્થરાળ બની ગયો ભક્તોને ભારે હાલાકી


ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરનો રસ્તો પથ્થરાળ બની ગયો ભક્તોને ભારે હાલાકી


ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરનો રસ્તો પથ્થરાળ બની ગયો ભક્તોને ભારે હાલાકી


700 થી પણ વધુ કાવડયાત્રીઓ ખુલ્લા પગે કપચા ઉપરથી ચાલીને જવા મજબૂર બન્યા

કાવડયાત્રીઓને પગમાં કપચા લાગતા ઇજાગ્રસ્ત થતા તેમની યાત્રામાં ખેદ ઊભો થયો હતો

અગાવ આ રસ્તાનો અહેવાલ પ્રકાશિત કરતા ખાડામાં કપચા નાખી રોલર પણ ના ફેરવ્યું

આ માર્ગ અને મકાન ખાતાને ખાવા સિવાય કોઈ કામગીરી નજરે જ નથી પડતી

ભરૂચ 22 જુલાઈ (હિ.સ.)

ભરૂચ નજીક ઝાડેશ્વર ખાતે નર્મદા નદીના કિનારે આવેલું શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર શિવ ભક્તો માટે શ્રદ્ધાનું પ્રતિક બિંદુ છે .મંદિર પરિષરમાં ભાવિક ભક્તો માટે સારી એવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અહીં દૂર દૂરથી આવેલા સાધુ-સંતો અને પરિક્રમાવાસીઓને આશરો મળે છે. નર્મદા નદીના સંગમ સ્થળ પર આવેલ પવિત્રધામ તેની પ્રાકૃતિક સૌંદર્ય અને શાંતિ માટે પણ પ્રસિદ્ધ છે. હાલમાં જ ગત રવિવારના રોજ સાંજે પાંચ કલાકે સુરત સહિત અન્ય રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી 700થી વધુ કાવડયાત્રીઓ ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવના દર્શન કરવા પહોંચ્યા હતા .ત્યારે આખું મંદિર પરિષદ ૐ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યુ હતું.આવા સમયે ભક્તોના ભક્તિ ભાવ વચ્ચે પણ કાવડ યાત્રીઓને મોટી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ઝાડેશ્વર નેશનલ હાઇવે નંબર 48 થી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર સુધીના એક કિલોમીટરના માર્ગ ઉપર પ્રથમ વરસાદમાં મસમોટા ખાડાઓ પડી ગયા હતા જે ખાડાઓને લઈ અનેક શિવભક્તોને મંદિર પહોંચવામાં ઘણી જ તકલીફો પડતી હતી .આ સમસ્યાના નિરાકરણ માટે આગવ અહેવાલ પ્રસિદ્ધ થતા જ તંત્ર દ્વારા ખાડા રિપેર કરવા મેન્ટલ નાખી દેતા અને ત્યારબાદ ત્યાં રોલર કે પેચ વર્ગની કામગીરી ન કરવામાં આવતા ખાડામાં પુરેલા પથ્થર રસ્તા ઉપર આવી જતા કાવડયાત્રીઓએ બુટ ચંપલ પહેર્યા વિના કાવડયાત્રામાં જોડાતા હોય છે ત્યારે તેઓને આ માર્ગો પરથી પસાર થવું ઘણી જ મુશ્કેલ પડ્યું હતું અને કાવડયાત્રીઓને પગમાં પથ્થર વાગવાથી તેઓને કાવડયાત્રાની ગતિ ધીમી પડી ગઈ હતી. સુરત સહિત અન્ય રાજ્યમાંથી આવેલા કાવડિયાઓએ એક અપીલ કરી હતી કે આવનાર 24 તારીખથી ગુજરાતમાં પણ શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે અહીં ખૂબ જ મોટી સંખ્યામાં હજી પણ કાવડ યાત્રીઓ માઁ નર્મદાના સ્નાન કરી ભગવાન નીલકંઠેશ્વરના દર્શન કરી તેઓની કાવડ યાત્રાને પ્રસ્થાન કરશે ત્યારે આવી પરિસ્થિતિમાં વહેલી તકે આ માર્ગની મરામત કરવામાં આવે જેથી કરી અહીં આવતા શિવ ભક્તો અને કાવડયાત્રીઓને કોઈ જ પ્રકારની તકલીફ ન પડે અને તેઓની કાવડ યાત્રા સુખરૂપ ,હેમખેમ અને સારી રીતે સંપૂર્ણ થાય તેવી પ્રશાસન અને ઝાડેશ્વર ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓને અપીલ કરી હતી.

આ અગાઉ પણ ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આવતા શિવ ભક્તો ખાડાઓમાં ચાલીને તેમજ તેમના વાહનોમાં જતા ઈજાઓ પહોંચી છે તેને ધ્યાનમાં લઈ મંદિર પરિષર દ્વારા પણ વારંવાર ગ્રામ પંચાયત અને વહીવટી તંત્રને પણ ધ્યાન દોર્યું હતું પરંતુ આજદિન સુધી આ માર્ગનું કોઈ જ મરામત કરવામાં આવ્યું નથી. આ અગાઉ પાંચ સાત દિવસ પહેલા પેપર અને ચેનલો દ્વારા આ અહેવાલો પ્રસિદ્ધ થતા તંત્ર દ્વારા માર્ગ ઉપર પડેલા ખાડાઓમાં મેન્ટલ નાખી તેની ઉપર રોલર કે પેચ વર્કની કામગીરી ન કરાતા પથ્થરા રસ્તા પર આવી ગયા જેને લઈને મંદિર આવતા શિવ ભક્તોને ભારે મુશ્કેલી પડી હતી

ઝાડેશ્વર નેશનલ હાઇવે નંબર 48 થી લઇ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર સુધીના માર્ગ ઉપર પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ અનુભૂતિ ધામ, સંસ્કાર વિદ્યાલય ,સ્વામિનારાયણ વિદ્યાલય, તપોવન, નીલકંઠ નર્સરી અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન જેવી ધાર્મિક તેમજ સરકારી સંસ્થાઓ આવી છે જેને લઈને આ માર્ગ પર ખૂબ જ અવરજવર રહેતી હોય છે.તેમ છતાં તેવા રસ્તાની ઉપેક્ષા કરવામાં આવી રહી છે.

સ્થાનિક રહિશો અને મંદિર આવતા શિવ ભક્તો દ્વારા પણ ઝાડેશ્વર ગ્રામ પંચાયત તલાટી ,સરપંચ અને ઉપસરપંચ તથા વહીવટી તંત્રને રજૂઆતો કરતા તેઓ જાણે સંતાકુકડીનો ખેલ ખેલી રહ્યા હોય તેમ દેખાઈ રહ્યું છે.રસ્તો નહી રિપેર થાય તો હવે લોકો ,ભક્તો રસ્તા ઉપર ઉતરી આંદોલન કરશે તો તેની જવાબદારી વહીવટી તંત્રની રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande