દંતાલી ખાતે મંત્રીઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, આનંદમ્ પરિવાર દ્વારા 2 લાખ 11 હજાર વૃક્ષ વાવવાનો સંકલ્પ કરાયો
આનંદમ્ પરિવાર દ્વારા ૨ લાખ ૧૧ હજાર વૃક્ષ વાવવાનો સંકલ્પ કરાયો ગાંધીનગર, 22 જુલાઈ (હિ.સ.) : વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગરના કલોલ તાલુકામાં આવેલા દંતાલી ખાતે ''એક પેડ માં કે નામ ૨.૦'' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ ક
દંતાલી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો


દંતાલી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો


દંતાલી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો


દંતાલી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો


દંતાલી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો


આનંદમ્ પરિવાર દ્વારા ૨ લાખ ૧૧ હજાર વૃક્ષ વાવવાનો સંકલ્પ કરાયો

ગાંધીનગર, 22 જુલાઈ (હિ.સ.) : વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગરના કલોલ તાલુકામાં આવેલા દંતાલી ખાતે 'એક પેડ માં કે નામ ૨.૦' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રમત ગમત અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ વન-પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અંદાજે ૪ હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. વધુમાં, આનંદમ્ પરિવાર દ્વારા અંદાજે ૨ લાખ ૧૧ હજાર વૃક્ષ વાવવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો.

વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૪માં ‘વિશ્વ પર્યાવરણ દિવસે’ દેશવાસીઓને પોતાની માતાઓ માટેના પ્રેમ, આદર અને સન્માનના પ્રતિકરૂપે એક વૃક્ષ વાવવા અને ધરતી માતાનું ગ્રીન કવર વધારવા આહ્વાન કર્યું હતું. જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત સામૂહિક વનીકરણ કાર્યક્રમોમાં વધુમાં વધુ વૃક્ષો વાવવા તેમજ તેમનું જતન કરીને સહભાગી થવા નાગરિકોને મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

મંત્રી મુળુભાઇએ વધુમાં જણાવ્યું કે, કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ વિકાસની સાથે સાથે ગાંધીનગરના સમગ્ર વિસ્તારને હરિયાળું બનાવવા માટે સંકલ્પ કર્યો છે. આજે સમયની જરૂરિયાત મુજબ ઉદ્યોગોના અવિરત વિકાસથી થયેલા ક્લાઇમેટ ચેન્જના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વૃક્ષારોપણ જેવા અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

વૃક્ષારોપણ કાર્યક્રમના સફળ આયોજન માટે અભિનંદન આપતા રમત ગમત અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 'એક પેડ માં કે નામ' જેવા કાર્યક્રમો થકી કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશવાસીઓને વૃક્ષો વાવવા માટે અદભૂત પ્રેરણા પૂરી પાડી છે. આજે આપણે આપણી માતાના નામે એક વૃક્ષ વાવી રહ્યા છીએ, ત્યારે સમયાંતરે તેને પાણી પીવડાવીને જતન કરવાનો સંકલ્પ લેવા મંત્રીશ્રીએ જણાવ્યું હતું. વધુમાં, આ વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન આપવામાં આવેલા તિરંગા એ આપણી શાન છે. આગામી તા. ૧૫ ઓગસ્ટના રોજ ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આ તિરંગાને આપણા ઘરે માનભેર લગાવવા અને તેમની ગરિમા જાળવવા મંત્રી સંઘવીએ સર્વેને અનુરોધ કર્યો હતો.

કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોરે શાબ્દિક પ્રવચન આપતા કહ્યું કે, 'એક પેડ માં કે નામ' અભિયાન અંતર્ગત રાજ્યના દરેક નાગરિકે પોતાની માતાના નામે એક વૃક્ષ વાવવું જોઈએ, જેથી આ વૃક્ષ જોઈને તેની યોગ્ય માવજત કરવાની લાગણી પેદા થાય. આ છોડ ભવિષ્યમાં જ્યારે એક વૃક્ષ તરીકે આકાર પામશે ત્યારે તે ફળ-ફૂલ આપીને અનેક પશુ પક્ષીઓ માટે આશ્રય સ્થાન બની રહેશે.

આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વે જયંતિભાઈ પટેલ અને હાર્દિકભાઈ પટેલ, કલેક્ટર મેહુલભાઈ દવે, જિલ્લા વિકાસ અધિકારી બી.જે.પટેલ, પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી, આનંદમ પરિવારના અનિલભાઈ પટેલ અને નયનાબેન પટેલ, શાળાના વિદ્યાર્થીઓ સહિત અધિકારીઓ - કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande