પોરબંદર, 22 જુલાઈ (હિ.સ.) : જેસીઆઈ પોરબંદર પ્લસ દ્વારા વ્યક્તિત્વ વિકાસના અનેક કાર્યક્રમોના સમયાંતરે આયોજનો કરવામાં આવે છે. જેમાં બાળકો, મહિલાઓ તથા યુવાધન અને સિનિયર સિટીજનો માટેના વિવિધ કાર્યક્રમો યોજાઈ છે. પોરબંદર વિસ્તારના નવોદિત કલાકારોને યોગ્ય સ્ટેજ આપવા માટે છેલ્લા 11 વર્ષથી વોઇસ ઓફ પોરબંદર કાર્યક્રમ યોજવામાં આવે છે. આ કાર્યક્રમના માધ્યમથી પોરબંદરના લોકોમાં છુપાયેલી સંગીતની કલાને બહાર લાવવા અને ત્યાર બાદ તેમને પ્રોત્સાહિત કરી યોગ્ય સ્ટેજ આપવા જેસીઆઈ પોરબંદર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવે છે.
● બે વિભાગમાં સ્પર્ધા યોજાશે :
નવોદિત કલાકારો માટે વોઇસ ઓફ પોરબંદર કાર્યક્રમ યોજાશે. આ સીંગિંગ કોમ્પિટિશન 15 વર્ષથી નીચેના માટે જુનિયર વિભાગ અને 15 વર્ષથી ઉપરના લોકો સિનિયર વિભાગમાં ભાગ લઈ શકશે. બંને વિભાગના પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને સિલ્ડ અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવશે. ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપવામાં આવશે.
● અઠવાડિયા સુધી સંગીતની તાલીમ અપાશે :
આ સ્પર્ધામાં ભાગ લેવા માટે આવેલ તમામ એન્ટ્રીઓમાંથી તા. 27/7/2025ના રોજ ગોઢાણીયા કોલેજ ખાતે પ્રી-સિલેક્શન રાઉન્ડ યોજાશે. આ ઓડિશન રાઉન્ડ દરમિયાન ફાઇનલ સ્પર્ધા માટે પસંદ થયેલ સ્પર્ધકોને એક અઠવાડિયા સુધી સાજીંદાઓ સાથે સંગીતની તાલીમ આપવામાં આવશે અને ત્યાર બાદ તા. 10/8/2025ના રોજ બિરલા હોલ પોરબંદર ખાતે તેઓ ફાઇનલ સ્પર્ધામાં પોતાની કલા રજૂ કરશે.
● ફોર્મ મેળવવા માટેના સ્થળ :-
આ સ્પર્ધામાં ભાગ લેવા માટે આયુષ ટ્રેડર્સ રોકડીયા હનુમાન મંદિર સામે, શ્રીજી વોચ રોનક કોમ્પલેક્ષ છાયા ચોકી રોડ અથવા સરણમ ઇલેક્ટ્રોનિક પારસ ડેરી પાસે ખાખચોક ખાતે તા. 25/7/2025 સુધીમાં ફોર્મ ભરી આપવા જેસીઆઈ પોરબંદરના પ્રમુખ રાધેશ દાસાણી, સેક્રેટરી સમીર ધોયડા, પ્રોજેક્ટ ચેરમેન વિવેક લાખાણી, કેવલ પટેલ, ધૈવત વિઠલાણી અને વિશાલ લાખાણીની યાદીમાં જણાવાયું છે. વધુ વિગત માટે 9737470057 મોબાઈલ નંબર પર સંપર્ક કરવા વિનંતી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya