પોરબંદર, 23 જુલાઈ (હિ.સ.) : પોરબંદર શહેરમાં વરલી મટકાના જુગારનુ દુષણ વધ્યુ હોય તેમ ખાખચોક વિસ્તારમાંથી પોલીસે એક શખ્સને વરલી મટકાનો જુગાર રમાડતા શખ્સને ઝડપી લીધો હતો.પોરબંદરના ખાખચોક વિસ્તારમાં વરલી મટકાનો જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે કમલાબાગ પોલીસે દરોડ પાડી વરલી મટકાના આંકડા પર બેટીંગ લઇ જુગાર રમાડતા મહેશ નટવરલાલ રાયકુંડલીયા નામના શખ્સને ઝડપી લીધો હતો અને તેમની પાસેથી રૂ. 22,970ની રોકડ રકમ અને મોબાઇલ મળી કુલ રૂ.27,970નો મુદામાલ કબ્જે કર્યો હતો તેમજ જેમની પાસે કપાત કરાવતો હતો તે શખ્સ સામે પણ ગુન્હો નોંધાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya