જામનગરમાં અકસ્માત : માતા અને બે પુત્રોને કારચાલકે હડફેટે લેતા એક બાળકનું મૃત્યુ
જામનગર, 23 જુલાઈ (હિ.સ.) : જામનગર શહેરના હવાઇચોક વિસ્તારમાં રહેતા મહિલા તેના બે પુત્રો સાથે માતા-પિતાના ઘરેથી તેના ઘરે જતા હતા ત્યારે મહાકાળી સર્કલ નજીક સ્પીડબ્રેકર આવતાં એક્સેસ ધીમું કરતાં પાછળથી પુરપાટ આવતી કારે ઠોકર મારતાં એક
Accident


જામનગર, 23 જુલાઈ (હિ.સ.) :

જામનગર

શહેરના હવાઇચોક વિસ્તારમાં રહેતા મહિલા તેના બે પુત્રો સાથે માતા-પિતાના

ઘરેથી તેના ઘરે જતા હતા ત્યારે મહાકાળી સર્કલ નજીક સ્પીડબ્રેકર આવતાં

એક્સેસ ધીમું કરતાં પાછળથી પુરપાટ આવતી કારે ઠોકર મારતાં એક બાળકને ગંભીર

અને અન્ય બન્નેને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. જ્યારે ઇજાગ્રસ્ત પુત્રનું

સારવાર દરમ્યાન મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

મળતી વિગત મુજબ જામનગરમાં હવાઇચોક વિસ્તારમાં આવેલા

રિધ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતાં ડિમ્પલબેન પારસભાઇ નાકર (ઉ.વ.29) નામના મહિલા

ગત્ તા. 20ના રાત્રિના સમયે ઢીંચડા રોડ પર મહાદેવનગર વિસ્તારમાં આવેલા

તેણીના પિયરે મળવા ગયા હતા. ત્યાંથી તેના જીજે 10-સીએચ-8187 નંબરના એકસેસ પર

ધૈર્ય અને ભવ્ય નામના બન્ને પુત્રો સાથે ઘર તરફ જતા હતા ત્યારે 80 ફુટ

રીંગ રોડ, મહાકાળી સર્કલ નજીક પહોંચ્યા ત્યારે સ્પીડબ્રેકર ક્રોસ કરવા માટે

એકસેસ ધીમું કરતા પાછળથી પુરપાટ આવી રહેલા જીજે 10-ટી-9139 નંબરની બોલેરો

કારના ચાલકે બાઇકને ઠોકર મારી હતી.

જેથી અકસ્માતમાં મહિલા તથા તેના બન્ને

પુત્રો એક્સેસ પરથી નીચે પડી ગયા હતા. અકસ્માત બાદ બોલેરો ચાલક નાશી ગયો

હતો. ત્યારબાદ માતા અને બન્ને પુત્રોને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં

ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મહિલા અને તેના પુત્ર ધૈર્યને સામાન્ય ઇજા

પહોંચી હતી. જ્યારે પુત્ર ભવ્યને ફેફસા તથા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી.

અકસ્માતના બનાવ અંગે મહિલા દ્વારા જાણ કરાતા પોલીસે બોલેરો ચાલક વિરૂઘ્ધ

ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા. દરમ્યાન સારવાર લઇ રહેલા

ભવ્યનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. હિટ એન્ડ રનના

બનાવમાં બાળકનું મોત નિપજતા પરિવારમાં આક્રંદ છવાઇ ગયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DAVAL NILESHBHAI BHATT


 rajesh pande