પોરબંદરમાં માર્ગ, મકાન અને બ્રિજ સલામતી મુદ્દે પ્રભારી સચિવની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ રિવ્યૂ બેઠક યોજાઈ
પોરબંદર, 23 જુલાઈ (હિ.સ.) પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પ્રભારી સચિવ રણજીથ કુમારની અધ્યક્ષતામાં માર્ગ, મકાન અને બ્રિજ નિરીક્ષણ અને લેવાયેલા પગલાં સાવચેતીના મુદ્દાઓ પર મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠકમાં જિલ્લા પ્રભારી સચિવ દ્વારા સાર્વજનિક
પોરબંદરમાં માર્ગ, મકાન અને બ્રિજ સલામતી મુદ્દે પ્રભારી સચિવની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ રિવ્યૂ બેઠક યોજાઈ.


પોરબંદરમાં માર્ગ, મકાન અને બ્રિજ સલામતી મુદ્દે પ્રભારી સચિવની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ રિવ્યૂ બેઠક યોજાઈ.


પોરબંદરમાં માર્ગ, મકાન અને બ્રિજ સલામતી મુદ્દે પ્રભારી સચિવની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ રિવ્યૂ બેઠક યોજાઈ.


પોરબંદરમાં માર્ગ, મકાન અને બ્રિજ સલામતી મુદ્દે પ્રભારી સચિવની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ રિવ્યૂ બેઠક યોજાઈ.


પોરબંદર, 23 જુલાઈ (હિ.સ.) પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પ્રભારી સચિવ રણજીથ કુમારની અધ્યક્ષતામાં માર્ગ, મકાન અને બ્રિજ નિરીક્ષણ અને લેવાયેલા પગલાં સાવચેતીના મુદ્દાઓ પર મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.

બેઠકમાં જિલ્લા પ્રભારી સચિવ દ્વારા સાર્વજનિક સલામતીને ધ્યાનમાં રાખીને જૂના અને જર્જરિત રસ્તાઓ, ઇમારતો તથા પુલોની સમયસર ચકાસણી તેમજ જરૂરી મરામત સહિત થયેલી કામગીરીની ચકાસણી કરી હતી. આગળની જરૂરી કાર્યવાહી કરવા વિભાગના અધિકારીઓ કડસૂચના આપવામાં આવી હતી.

ખાસ કરીને શાળાઓ અને કોલેજોમાં ક્લાસરૂમની હાલત જો નબળી જણાય તો તાત્કાલિક મરામત સહિતની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

પ્રભારી સચિવએ વધુમાં જણાવ્યું હતું કે પુલો અથવા રસ્તાઓ બંધ હોય તેવા સ્થળોએ લોકોને શક્ય તેટલી સ્પષ્ટ માહિતી મળે તે માટે યોગ્ય સાઇનબોર્ડ લગાવવામાં આવે. ખાસ કરીને મોટા વાહનો માટે અવરજવર પ્રતિબંધિત હોય તેવા સ્થળોએ એંગલ લગાડવામાં આવે તદુપરાંત, સામાન્ય જનતાને કોઈપણ પ્રકારની અસમંજસતા કે તકલીફ ન થાય તે માટે સ્થળ પર વૈકલ્પિક માર્ગોની વિગતવાળી જાણકારી પણ મુકવામાં આવે તે અંગે પણ સૂચન કરવામાં આવ્યું હતું.

જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીએ કન્સ્ટ્રક્શન સાઇટ પર કોન્ટ્રાકટરો દ્વારા ઇજનેર ન રાખવામાં આવે તો દંડની રકમ વધારવા અંગે સૂચન કર્યું હતું. તેમજ દરેક વિભાગે પોતાની હદમાં આવતી જર્જરિત હાલતમાં હોય તેવી ઇમારતો કે રસ્તાઓ માટે સંબંધિત વિભાગોએ ઝડપી પગલાં લેવા સહિતની બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

બેઠક દરમ્યાન જિલ્લાના મહત્વના વિભાગો જેવા કે શિક્ષણ, આરોગ્ય, માર્ગ મકાન સ્ટેટ અને પંચાયત, પીજીવીસીએલ, જીએમબી સહિતના વિભાગોના મહત્વના પ્રશ્નો અંગે સમીક્ષા કરવામાં આવી હતી.પ્રભારી સચિવએ ટીમ પોરબંદર દ્વારા મુખ્યમંત્રીની સૂચના મુજબ જિલ્લામાં બ્રિજની ચકાસણી, ડ્રાઇવરજન, પંચાયત માર્ગ મકાન સ્ટેટ અને સિંચાઈ વિભાગ હેઠળ થયેલી કામગીરી, કલેકટર સહિતના અધિકારીઓ દ્વારા થયેલું નિરીક્ષણ સહિતના મુદ્દે સંતોષ વ્યક્ત કરી દરેક ડિપાર્ટમેન્ટ જરૂરી સંકલન કરીને નવા કામની દરખાસ્ત મોકલી આપે તેમ પણ જણાવ્યું હતું.બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, મનપા કમિશનર હસમુખ પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર જે.બી. વદર,પ્રાંત અધિકારી સંદીપ જાદવ, જિલ્લા ગ્રામ એજન્સી નિયામક રેખાબા સરવૈયા તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી.એલ. વાઘાણી, આરએનબી સ્ટેટ અને પંચાયતના ઇજનેરઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande