અષાઢ અમાસે પાટણ જિલ્લામાં દશામાં વ્રતની શ્રદ્ધાપૂર્વક શરૂઆત, બજારોમાં સવારથી દશામાંની મૂર્તિઓ ખરીદવા ભક્તોની ભીડ ઉમટી
પાટણ, 23 જુલાઈ (હિ.સ.)અષાઢ માસના છેલ્લા દિવસે પાટણ શહેર અને જિલ્લામાં દશામાં વ્રતની ભાવભીની શરૂઆત થઈ છે. અષાઢ વદ અમાસથી શરૂ થતું આ દશ દિવસીય વ્રત ખાસ કરીને મહિલાઓ અને કેટલાક પુરુષો માતાજીની આરાધના સાથે શ્રદ્ધાપૂર્વક કરે છે. જિલ્લામાં, ખાસ કરીને તાલુક
અષાઢ અમાસે પાટણ જિલ્લામાં દશામાં વ્રતની શ્રદ્ધાપૂર્વક શરૂઆત, બજારોમાં સવારથી દશામાંની મૂર્તિઓ ખરીદવા ભક્તોની ભીડ ઉમટી


પાટણ, 23 જુલાઈ (હિ.સ.)અષાઢ માસના છેલ્લા દિવસે પાટણ શહેર અને જિલ્લામાં દશામાં વ્રતની ભાવભીની શરૂઆત થઈ છે. અષાઢ વદ અમાસથી શરૂ થતું આ દશ દિવસીય વ્રત ખાસ કરીને મહિલાઓ અને કેટલાક પુરુષો માતાજીની આરાધના સાથે શ્રદ્ધાપૂર્વક કરે છે. જિલ્લામાં, ખાસ કરીને તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં આ વ્રતનું વિશેષ મહત્વ ધરાવે છે.

વ્રતની તૈયારી માટે પાટણની બજારોમાં સવારથી ભક્તોની ભીડ ઉમટી હતી. શહેર અને આસપાસના ગામોમાંથી મહિલાઓ પૂજાની સામગ્રી અને દશામાંની મૂર્તિઓ ખરીદવા આવી હતી. દુકાનદારો એ રંગબેરંગી શણગાર સાથે મૂર્તિઓને આકર્ષક રીતે સજાવી હતી.

આ વર્ષે ખાસ કરીને માટીની મૂર્તિઓની માંગમાં વધારો જોવા મળ્યો છે. ગત વર્ષની તુલનાએ વધુ શ્રદ્ધાળુઓએ માટીની મૂર્તિઓ પસંદ કરી છે, જ્યારે કેટલાક ભક્તોએ હજી પણ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ પણ પસંદ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande