ગુરુની રુચિમાં પોતાની રુચિ, ભુજમાં મહિલા સંવાદ સાથે પારાયણ
ભુજ - કચ્છ, 23 જુલાઈ (હિ.સ.) બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની મહિલા પાંખ દ્વારા ચાતુર્માસ નિમિત્તે, એક દિવસીય પારાયણનું આયોજન ગુણાતીત ચોક પ્રમુખસ્વામી નગર મધ્યે કરવામાં આવ્યું હતું. ભુજમાં મહિલા પારાયણનું આયોજન ભુજમાં મહિલા પારાયણમાં સવારથી જ મેઘરાજ
ભુજમાં મહિલા પારાયણ yojai


ભુજ - કચ્છ, 23 જુલાઈ (હિ.સ.) બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની મહિલા પાંખ દ્વારા ચાતુર્માસ નિમિત્તે, એક દિવસીય પારાયણનું આયોજન ગુણાતીત ચોક પ્રમુખસ્વામી નગર મધ્યે કરવામાં આવ્યું હતું.

ભુજમાં મહિલા પારાયણનું આયોજન

ભુજમાં મહિલા પારાયણમાં સવારથી જ મેઘરાજાએ પણ ભુજમાં પધરામણી કરીને જાણે કે, આ પારાયણ પૂર્વે વાતાવરણમાં શીતળતા રેલાવી હતી. સૌ બાઈ હરિભક્તો પણ આ પારાયણનો લાભ લીધો હતો..

ભારતીય પરંપરા મુજબ કાર્યક્રમની શરૂઆત ધૂન,પ્રાર્થના,સ્તુતિ ગાન, કીર્તન, પૂજન વિધિ દ્વારા કરવામાં આવી હતી.

શિષ્યને પ્રાપ્તિનો હોય કેફ....

ગુરુની રુચિમાં પોતાની રુચિ રાખે એ જ સાચો શિષ્ય, પ્રાપ્તિનો કેફ આ વિષય પર લક્ષ્મીબેન ચૌહાણ દ્વારા સંકીર્તન સાથે પ્રવચન કરીને બહેનોને સાચા ગુરુની પ્રાપ્તિના કેફમાં તરબોળ કરી દીધા હતા. સંવાદ નવી રાવલવાડીના બહેનો દ્વારા વંદનાબેનના માર્ગદર્શનમાં કરવામાં આવ્યો હતો.ગરબો પણ પ્રાપ્તિનો કેફ એ મધ્યવર્તી વિચાર સાથે પ્રમુખસ્વામી નગરના બહેનો દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.

એકપાત્રિય અભિનય સાથે ભક્તિ

સુવાસીની ભાભીનો ઘનશ્યામ પ્રત્યેનો માતૃવત સ્નેહ એકપાત્રીય અભિનય દ્વારા હંસાબેન મહેતા દ્વારા રજુ કરવામાં આવ્યો હતો. મહિલા અગ્રણી ગીતાબેન ઝાલા એ કહ્યું હતું કે, અહીં જે જાણ્યું જોયું સાંભળ્યું તેનું ઘરે જઈને મનન કરવાનું છે. તો વળી મંજુલાબેન ઠક્કરે જણાવ્યું હતું કે, વરસાદ તો આવશે પણ છત્રી જેમ આપણને વરસાદથી રક્ષણ કરે છે તેમ જીવનમાં મુશ્કેલીઓ તો આવવાની છે પરંતુ પ્રાપ્તિનો કેફ હશે તો મુશ્કેલીઓ માં પણ આપણે ટકી રહેશું.

કાર્યક્રમમાં આભાર વિધિ તેમજ માર્ગદર્શન ક્ષેત્ર ભુજ 1ના નિર્દેશક જ્યોત્સનાબેન ચેવડાવાલા દ્વારા કરવામાં આવ્યું હતું. સંયોજક ભાવનાબેન બુસા દ્વારા મહિલા યુવતી બાલિકા ત્રણેયપાંખના સંપ થી આવું સુંદર કાર્ય થાય છે. વળી ભુજ આંગણે નિર્માણાધીન મંદિર પ્રવૃત્તિના કાર્યને વધુ વેગ મળે અને પ્રમુખસ્વામીનગરનો આપણો સત્સંગ વધુને વધુ દ્રઢ બની પ્રવૃત્તિમાં સિંહ ફાળો છે તો બહેનોમાં સત્સંગ વધુને વધુ દ્રઢ બને એવી આશા વ્યક્ત કરાઈ હતી.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande