જામનગરમાં કબડ્ડી ખેલાડીઓ માટે જિલ્લા રમતગમત વિભાગનો નવતર પ્રયોગ
જામનગર, 23 જુલાઈ (હિ.સ.) : રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, જામનગર શહેર દ્વારા સંચાલીત અખીલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા (SGFI) - ૨૦૨૪-૨
કબડ્ડી સ્પર્ધા


જામનગર, 23 જુલાઈ (હિ.સ.) : રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, જામનગર શહેર દ્વારા સંચાલીત અખીલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા (SGFI) - ૨૦૨૪-૨૫ની ઝોનકક્ષાની કબડ્ડી અંડર ૧૪, ૧૭ અને ૧૯ ભાઇઓની સ્પર્ધાનું આયોજન જામનગર શહેર ખાતે પ્રથમ વખત ઝોનકક્ષાથી કબડ્ડી સ્પર્ધા મેટ્સ ઇન્ડોર હોલમાં રમાડવામાં આવી રહેલ છે.

જામનગર શહેર જિલ્લા રમત ગમત અધિકારી બી.જે.રાવલિયા દ્વારા જણાવ્યા મુજબ જામનગરનાં ખેલાડીઓને રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અને ઓલીમ્પીક કક્ષાનું રમતનું વાતાવરણ બનાવવાનાં પ્રયાસો કરવામાં આવેલ છે.

જે કબડ્ડી ઝોનકક્ષા ભાઈઓ સ્પર્ધા તારીખ: ૨૨/૦૭/૨૦૨૫ નાં રોજ આહીર કન્યા છાત્રાલય, સ્વામીનારાયણ નગર, જામનગર ખાતે જિલ્લા રમત ગમત અધિકારી - જામનગર શહેર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

જ્યારે અખીલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા (SGFI) - ૨૦૨૪-૨૫ ની જામનગર શહેરનાં કુલ ૪(ચાર) ઝોન નં. ૧ થી ૪ ની ઝોનકક્ષા કબડ્ડી અંડર ૧૪, ૧૭ અને ૧૯ બહેનોની સ્પર્ધા તા.:૨૩/૦૭/૨૦૨૫ અને મહાનગરપાલીકાકક્ષાની ભાઇઓ અને બહેનોની સ્પર્ધા તા.: ૨૪/૦૭/૨૦૨૫ નાં રોજ આહીર કન્યા છાત્રાલય, સ્વામીનારાયણ નગર, જામનગર ખાતે કબડ્ડી મેટ્સ પર ઇન્ડોર હોલમાં આયોજન કરવામાં આવેલ છે. વિજેતા થયેલાં ટીમ અખીલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા (SGFI) - ૨૦૨૫-૨૬ રાજ્યકક્ષાએ કબડ્ડી સ્પર્ધામાં ભાગ લેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DAVAL NILESHBHAI BHATT


 rajesh pande