પાટણમાં દેવીપૂજક સમાજ દ્વારા દિવાસો તહેવાર શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યો
પાટણ, 23 જુલાઈ (હિ.સ.) : દર વર્ષની જેમ આ વર્ષે પણ પાટણ શહેરમાં અષાઢ વદ ચૌદસના દિવસે સમસ્ત દેવીપૂજક સમાજ દ્વારા દિવાસો તહેવાર શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યો. દેશ અને ગુજરાતભરમાંથી હજારો સમાજના લોકોએ પાટણની સ્મશાનભૂમિમાં પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ આપી હ
પાટણમાં દેવીપૂજક સમાજ દ્વારા દિવાસો તહેવાર શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યો


પાટણમાં દેવીપૂજક સમાજ દ્વારા દિવાસો તહેવાર શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યો


પાટણમાં દેવીપૂજક સમાજ દ્વારા દિવાસો તહેવાર શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યો


પાટણ, 23 જુલાઈ (હિ.સ.) : દર વર્ષની જેમ આ વર્ષે પણ પાટણ શહેરમાં અષાઢ વદ ચૌદસના દિવસે સમસ્ત દેવીપૂજક સમાજ દ્વારા દિવાસો તહેવાર શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યો. દેશ અને ગુજરાતભરમાંથી હજારો સમાજના લોકોએ પાટણની સ્મશાનભૂમિમાં પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ આપી હતી. હડકમાઈ માતાજીના મંદિર પાસે અને પીતાંબર તળાવ પાસે આવેલ સ્મશાનભૂમિ પર સમાજના લોકો અગરબત્તી, દીવો, નાળીયેર તથા ફૂલહાર સાથે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જોવા મળ્યા હતા.

દેવીફૂજક સમાજની ઉત્પત્તિ પાટણથી થયેલી હોવાની માન્યતા છે અને એમના મોટાભાગના સ્વજનોની અંતિમક્રિયા પાટણની સ્મશાનભૂમિમાં કરવામાં આવે છે. તેથી, આખા દેશ-વિદેશમાં વસતા સમાજના લોકો પોતાના પિતૃઓને યાદ કરવા અષાઢ વદ ચૌદસના પવિત્ર દિવસે પાટણમાં ભેગા થાય છે. પ્રથમ દિવાસા નિમિત્તે પરિવારજનો વચ્ચે ભાવનાત્મક ક્ષણો સર્જાય છે અને સ્મશાનભૂમિમાં ભારે ગમગીન માહોલ સર્જાય છે.

આ પ્રસંગે અમદાવાદના નરોડા ફ્રૂટ બજારના વેપારીઓ દ્વારા વિમાનની પ્રતિકૃતિ બનાવી, પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. દેવીફૂજક સમાજના લોકોએ મૃતકો માટે શાંતિની પ્રાર્થના કરી. આ ઉપરાંત, નાસ્તા અને પાણીની વ્યવસ્થા માટે પાલિકા તથા સમાજના સંગઠનો દ્વારા યોગ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.

આ દિવસને તહેવારના રૂપમાં ઉજવવામાં આવ્યો હતો. સમાજના લોકો દુરદુરથી આવીને મળ્યા હતા. 30થી વધુ બસો અને ટ્રેન ઉપરાંત અનેક ખાનગી વાહનો દ્વારા લોકો વહેલી સવારથી પાટણ પહોંચ્યા હતા. આ દિવસે લોકો માત્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરવા જ નહીં, પણ પોતાના મૂળ અને પૂર્વજોની ભૂમિ સાથે સંબંધ નોંધાવવા માટે પણ આવે છે.

દેવીપૂજક સમાજના આગેવાન દિનેશભાઈ પટેલ અને અન્ય સભ્યોએ જણાવ્યું હતું કે, છેલ્લા અનેક પેઢીથી આ પરંપરા ચાલતી આવી છે. નરોડાના વેપારી પ્રકાશ નાગીનભાઈ અને નાગીન સોમજીભાઈએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 12 વર્ષથી શાકભાજીનો કેમ્પ લગાવે છે અને હજારો લોકો પ્રસાદીનો લાભ લે છે. સમસ્ત સમાજએ આગલી પેઢીને પણ આ સંસ્કાર આપીને તહેવારને જીવંત રાખવાનો સંકલ્પ કર્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande