ગીર સોમનાથ 23 જુલાઈ (હિ.સ.) પ્રાચી તીર્થ તેમજ તમામ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં દશામાના વ્રતની ભાવભર ઉજવણી કરવામાં આવે છે જેમાં બહેનો તેમજ ભાઈઓ બંને આ વ્રત રાખે છે કે શ્રાવણ માસના પ્રથમ દિવસે દશામાની મૂર્તિ પોતાના ઘરે સ્થાપના કરી વિધિ વ્રત પૂજા અર્ચના કરી માતાજીના ઉપવાસ કરે છે. આ વ્રત 10 દિવસ સુધી ચાલે છે. આ વ્રતમાં દશામાની મૂર્તિની સ્થાપના કર્યા પછી દસ દિવસ સુધી માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે અને દસમા દિવસે માતાજીની મૂર્તિને વહેતા પાણીમાં વિસર્જન કરાય છે. આ દશામાંના વ્રતને લઈ બજારમાં પણ દશામાની અવનવી મૂર્તિઓ જોવા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ