ગીર સોમનાથ 200 વર્ષ જૂના સમાધિ સ્થળો તોડી પડાયા, કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી
Gujarat, 23 જુલાઈ (હિ.સ.) સોમનાથ મંદિર ટ્રસ્ટ સામે દશનામ ગોસ્વામી સમાજનો આક્રોશ 200 વર્ષ જૂના સમાધિ સ્થળો ર તોડી પડાયા, કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. સોમનાથ મંદિર ટ્રસ્ટ સામે દશનામ ગોસ્વામી સાધુ સમાજે ગંભીર આરોપો મૂક્યા છે. સમાજના સભ્યોએ વેરાવળ પ
સોમનાથ  200 વર્ષ જૂના સમાધિ


Gujarat, 23 જુલાઈ (હિ.સ.) સોમનાથ મંદિર ટ્રસ્ટ સામે દશનામ ગોસ્વામી સમાજનો આક્રોશ

200 વર્ષ જૂના સમાધિ સ્થળો ર તોડી પડાયા, કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.

સોમનાથ મંદિર ટ્રસ્ટ સામે દશનામ ગોસ્વામી સાધુ સમાજે ગંભીર આરોપો મૂક્યા છે. સમાજના સભ્યોએ વેરાવળ પ્રાંત કચેરી ખાતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે.

દશનામ ગોસ્વામી સાધુ સમાજ સોમનાથ ના પ્રમુખ ગોતમપુરી ગોસ્વામી એ જણાવ્યું હતું કે, સોમનાથ ટ્રસ્ટે 22 માર્ચ 2025ના રોજ સમાજના પરિવારોના ઘરોનું ડેમોલિશન કર્યું હતું. સમાજે શાંતિપૂર્વક ટ્રસ્ટને કબજો સોંપી દીધો હતો. પરંતુ 9 જુલાઈ 2025ની રાત્રે ટ્રસ્ટે પોલીસ બંદોબસ્ત સાથે 200 વર્ષથી વધુ જૂની સમાધિઓ તોડી પાડી.

દશનામ ગોસ્વામી સમાજ આદિકાળથી મંદિર અને સમાધિઓની પૂજા-અર્ચના કરતો આવ્યો છે. તેઓ મહાદેવના વંશજ અને સનાતન ધર્મના રક્ષક તરીકે ઓળખાય છે. સમાજે સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ સામે ઉચ્ચસ્તરીય નિષ્પક્ષ તપાસની માંગણી કરી છે.

સમાજ દ્વારા વિસ્થાપિત પરિવારોના પુનર્વસવાટ, સમાધિ સ્થળોના પુનઃસ્થાપન અને રુદ્રેશ્વર મહાદેવની પૂજા-અર્ચના માટે પરવાનગીની માંગણી કરવામાં આવી છે. કલેકટર મારફતે આ પ્રશ્નોનો કાયમી અને સુખદ નિકાલ લાવવાની અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande