ગીર સોમનાથ ખાતે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્ષ ૧.૦ સંદર્ભમાં, વર્તમાન વિકાસ સ્થિતિ અને વિકસિત પંચાયતના રોડમેપ સંદર્ભે વર્કશોપ યોજાયો
ગીર સોમનાથ, 23 જુલાઈ (હિ.સ.) ભારત એ ગામડાઓનો બનેલો દેશ છે. મહાત્મા ગાંધીજીએ કહેલું કે, ભારતનો આત્મા ગામડાઓમાં વસે છે. વિકાસની હોડમાં દેશની તમામ ગ્રામ પંચાયતો વિકાસ કરે અને એક ગામ બીજા ગામ સાથે વિકાસની તુલના કરી આગળ વધી શકે તે માટે રાજ્યમાં પંચાયત એડવ
પંચાયત એડવાન્સમેન્ટ


ગીર સોમનાથ, 23 જુલાઈ (હિ.સ.) ભારત એ ગામડાઓનો બનેલો દેશ છે. મહાત્મા ગાંધીજીએ કહેલું કે, ભારતનો આત્મા ગામડાઓમાં વસે છે. વિકાસની હોડમાં દેશની તમામ ગ્રામ પંચાયતો વિકાસ કરે અને એક ગામ બીજા ગામ સાથે વિકાસની તુલના કરી આગળ વધી શકે તે માટે રાજ્યમાં પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્ષની રચના કરવામાં આવેલી છે.

આજે ગીર સોમનાથ જિલ્લાના પંચાયત વિભાગ દ્વારા, આ માટે એક સેમિનારનું આયોજન ઇણાજ ખાતે આવેલા જિલ્લા પંચાયત ભવનના સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતું.

આ સેમિનારને ખુલ્લો મૂકતાં જિલ્લા પંચાયતના અધ્યક્ષા મંજૂલાબેન મૂછાળે આ અવસરે જણાવ્યું હતું કે, આપણો જિલ્લો આ બાબતમાં આગળ રહે તે જરૂરી છે. રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાાઓના લાભો સામાન્ય નાગરિક સુધી પહોંચતાં કરવામાં આવ્યાં છે ત્યારે ગામનો એકપણ નાગરિક આ લાભથી વંચિત ન રહી જાય તે જોવાની આપણી સૌની સામૂહિક જવાબદારી છે.

આપણે આપણી ક્ષતિઓને ઓળખીને આગળ વધવાનું છે. આ ક્ષતિઓના નિવારણ દ્વારા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ સામાન્ય નાગરિક સુધી પહોંચે તે માટે આપણે સતત પ્રયત્નશીલ રહેવાનું છે. તેમણે આ વર્કશોપમાં જિલ્લા પંચાયત હેઠળની વિવિધ શાખાના અધિકારીઓને જરૂરી માહિતી-માર્ગદર્શન પણ પુરું પાડ્યું હતું.

નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.પી. ચૌહાણે આ સેમિનારમાં ગ્રામ પંચાયત વિકાસશીલ ગ્રામ પંચાયત થી વિકસિત ગ્રામ પંચાયત બનવા તરફ પ્રગતિ કરે તે માટે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્ષમાં વિવિધ થીમ અન્વયે વિકાસકામોના મૂલ્યાંકન વિશેની જાણકારી ઉપસ્થિત અધિકારીઓને આપી હતી. તેમણે વિવિધ ઇન્ડેક્ષ મલ્ટી ડોમેન અને મલ્ટી સેક્ટરલ ઇન્ડેક્ષ છે, જેનો ઉપયોગ પંયાયતોના એકંદર સર્વગ્રાહી વિકાસ, કામગીરી અને પ્રગતિનું મૂલ્યાંકન કરે છે. આ ઉપરાંત, ઇન્ડેક્ષ પંચાયતના અધિકારક્ષેત્રમાં સ્થાનિક સમુદાયોની સુખાકારી અને વિકાસની સ્થિતિને માપવા માટે વિવિધ સામાજિક-આર્થિક સૂચકાંકો અને પરિમાણોને ધ્યાને લે છે તે વિશેની સમજ પણ આપી હતી.

આ સેમિનારમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પંચાયતના સભ્યો,આરોગ્ય, શિક્ષણ, પંચાયત સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ- કર્મચારીઓ, વિવિધ ગામના સરપંચઓ ઉપસ્થિત રહ્યા હતા

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande