ગીર સોમનાથ 23 જુલાઈ (હિ.સ.) સુત્રાપાડા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડે બે અલગ-અલગ સ્થળે સફળ દરોડા પાડી ભારતીય બનાવટની વિદેશી દારૂ તથા ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો પકડી પાડી, કુલ રૂ. 1,52,456/- ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
આ કાર્યવાહીમાં જુનાગઢ રેન્જના આઈ.જી.પી. નિલેશ જાજડીયા, ગીર-સોમનાથના જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા વેરાવળ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વી.આર. ખેંગાર સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવાના આશયથી સૂચિત પગલાં લેવામાં આવ્યા હતા.
સુત્રાપાડા બંદર - દક્ષા નગર:
ઇન્ચાર્જ પો.સબ ઇન્સ્પેક્ટર આર.એચ. લોહના માર્ગદર્શન હેઠળ પો.હેડ કોન્સ્ટેબલ જગદિશસિંહ ગોહીલ, પો.કોન્સ્ટેબલ હરેશભાઈ વાઝા, રોહીતભાઈ ઝાલા તથા જગદિશભાઈ ડોડીયા પેથ્રોલીંગમાં હતા, ત્યારે મળેલી બાતમીના આધારે દક્ષા નગરમાં રહેલી મહિલા ના મકાનમાં દરોડા પાડવામાં આવ્યો હતો. જેમાં રૂ. 26,386/- ની કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૂ જપ્ત કરી મહિલા વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ