મહેસાણા, 23 જુલાઈ (હિ.સ.)
મહેસાણા જિલ્લાના ખેરાલુના વાઘવાડી વિસ્તારમાં ગતરોજ સ્થાનિક અને પરપ્રાંતિય ખેડૂતો સાથે સહજીવન મુલાકાત લેવામાં આવી હતી, જેમાં મદદનીશ ખેતી નિયામક લક્ષ્મણભાઈ પટેલ સહિત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના અધિકારીઓએ ભાગ લીધો હતો. ખેડૂતોએ વધારે પ્રમાણમાં રાસાયણિક ખાતર વાપરીને જમીનની ગુણવત્તા નુકસાન પામે છે તે અંગે વૈજ્ઞાનિક અભિગમથી માહિતગાર કરવામાં આવ્યા.
હાજીપુર, વલાસણા, ચાડા વગેરે ગામોમાં દૂધી-કોળા જેવી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને જીવામૃત બનાવવાની પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી. દરેક પિયત સાથે જીવામૃત વાપરવા અને છાણીયું ખાતર ઘનજીવામૃત સાથે આપવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેટલાક સ્થાનિક ખેડૂતોે હવે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવાની ખાતરી પણ આપી છે.
પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર માટે આવા પ્રયોગશીલ અભિગમો ખેતરમાં સીધા ઉતરીને ખેડૂતોને સમજાવવાનું મહત્વનું સાધન બની રહ્યા છે, જેથી ખેતી પર થતા ખર્ચમાં ઘટાડો થઈ શકે અને ઉત્પાદન વધુ ગુણવત્તાવાળું બની
શકે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR