25 જુલાઈના રોજ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીનો D.Litt અને ગોલ્ડમેડલ સમારોહ: 359 વિદ્યાર્થી સન્માનિત થશે
પાટણ, 23 જુલાઈ (હિ.સ.) હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે 25 જુલાઈ, 2025ના રોજ D.Litt પદવી તથા ગોલ્ડ મેડલ વિતરણ સમારોહનું આયોજન કરાયું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં JNUના ભૂતપૂર્વ પ્રોફેસર ડૉ. કપિલ કપૂર અને પુનરુત્થાન વિદ્યાપીઠન
25 જુલાઈના રોજ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીનો D.Litt અને ગોલ્ડમેડલ સમારોહ: 359 વિદ્યાર્થી સન્માનિત થશે


પાટણ, 23 જુલાઈ (હિ.સ.) હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે 25 જુલાઈ, 2025ના રોજ D.Litt પદવી તથા ગોલ્ડ મેડલ વિતરણ સમારોહનું આયોજન કરાયું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં JNUના ભૂતપૂર્વ પ્રોફેસર ડૉ. કપિલ કપૂર અને પુનરુત્થાન વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર ઇન્દુમતી કાટદરેને માનદ D.Litt પદવી એનાયત કરવામાં આવશે.

આ સમારોહમાં વર્ષ 2020થી 2023 દરમિયાન શ્રેષ્ઠ પરિણામ નોંધાવનાર 359 વિદ્યાર્થીઓને કુલ 444 સુવર્ણ ચંદ્રકો એનાયત કરવામાં આવશે. આમાંથી 230 વિદ્યાર્થી અને 129 વિદ્યાર્થીનીઓ છે. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે બે સુવર્ણ ચંદ્રક મેળવનાર ચાર, ત્રણ સુવર્ણ ચંદ્રક મેળવનાર 11, જ્યારે પાંચ અને છ સુવર્ણ ચંદ્રક મેળવનાર બે-બે વિદ્યાર્થીઓ છે.

સૌથી વધુ માર્ક્સ લાવનારા ચાર વિદ્યાર્થીઓને રાજ્યપાલના હસ્તે ચંદ્રક એનાયત થશે. અન્ય તમામ વિજેતાઓને યુનિવર્સિટી બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો, કારોબારી સભ્યો તથા ડીન દ્વારા ગૌરવ અપાશે. સમારોહમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા RSS પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડૉ. જયંતિભાઈ ભાડેસિયા વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

વિશેષ ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટી વર્ષ 2015-16થી શિક્ષણ, સાહિત્ય અને સમાજ ક્ષેત્રે યોગદાન આપનાર તજજ્ઞોને માનદ D.Litt પદવીથી સન્માનિત કરતી આવી છે. અત્યાર સુધીમાં મહેશ કનોડીયા, ઉપેન્દ્ર ત્રિવેદી, મફતલાલ પટેલ, ગ્યાનવત્સલ સ્વામી તથા યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ કુલીનચંદ્ર યાજ્ઞિકને આ માન આપવામાં આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande