પઠાણી ઉઘરાણી કરનાર હિરલબા જાડેજાનો સાગરીત હિરેન ઓડેદરા ઝડપાયો
પોરબંદર, 23 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના હિરલબા જાડેજા સામે મનીલોડરીગનો કેસ નોંધવામાં આવ્યો છે આ કેસમાં ધાકધમકી આપી પૈસાની ઉઘરાણી કરનાર આરોપીને કમલબાગ પોલીસે ગાંધીનગરથી ઝડપી લીધો હતો અને તેમની પૂછપરછ હાથ ધરી છે.પોરબંદરના મરછીના વેપારી હરિશભાઈ રામજીભાઈ પ
પઠાણી ઉઘરાણી કરનાર હિરલબા જાડેજાનો સાગરીત હિરેન ઓડેદરા ઝડપાયો.


પઠાણી ઉઘરાણી કરનાર હિરલબા જાડેજાનો સાગરીત હિરેન ઓડેદરા ઝડપાયો.


પઠાણી ઉઘરાણી કરનાર હિરલબા જાડેજાનો સાગરીત હિરેન ઓડેદરા ઝડપાયો.


પઠાણી ઉઘરાણી કરનાર હિરલબા જાડેજાનો સાગરીત હિરેન ઓડેદરા ઝડપાયો.


પોરબંદર, 23 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના હિરલબા જાડેજા સામે મનીલોડરીગનો કેસ નોંધવામાં આવ્યો છે આ કેસમાં ધાકધમકી આપી પૈસાની ઉઘરાણી કરનાર આરોપીને કમલબાગ પોલીસે ગાંધીનગરથી ઝડપી લીધો હતો અને તેમની પૂછપરછ હાથ ધરી છે.પોરબંદરના મરછીના વેપારી હરિશભાઈ રામજીભાઈ પોસ્તરીયાએ હિરલબા જાડેજા સામે મનોલોડરીગની ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદીના મૃતક ભાઈ દિનેશભાઈએ ભુરા મુજા જાડેજા પાસેથી રૂ.75 લાખની રકમ ત્રણ ટકા વ્યાજે લીધી હતી આ કેસમાં વર્ષ 2017થી 20222 સુધી વ્યાજની રકમ હિરલબા જાડેજા એ વસુલવાનુ શરૂ કર્યુ હતુ અને દુકાન અને મકાન સહિતની મિલ્કત લખાવી લીધી હતી અને રૂ.75 લાખની રકમ સામે રૂ 4 કરોડ જેવી રકમ વસુલી હતી તેમજ છતા ફરીયાદીના પરિવારને ધાકધમકી આપી હતી આ કેસમાં હિરલબા જાડેજા ઉપરાંત રકમની ઉઘરાણી માટે અવારનવાર ધાકધમકી આપતા હિરેન ઉર્ફે પુની બાલુભાઈ ઓડેદરા મુળ પોરબંદરના એરડા ગામનો હાલ ગાંધીનગર ખાતે રહેતા અને ડ્રાઇવીગનો વ્યવાસાય કરતા આરોપી સામે પણ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. કમલાબાગ પોલીસે આ આરોપીને ગાંધીનગરના દેહ ગામ નજીક થી ઝડપી લીધો હતો આ કેસ સંબધીત કાર્યવાહી હાથી ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande