જૂનાગઢ માળીયા બ્રહ્મ સમાજનો યુવાન, ભારતીય સેનામાં કેપ્ટન બન્યો
જુનાગઢ 23 જુલાઈ (હિ.સ.) માળીયા હાટીના સમસ્ત બ્રહ્મસમાજ આગેવાન હકુભાઈ જોષીનો પુત્ર લેફ્ટનન્ટ મેહુલ જોષી ભારતીય સેના માં કેપ્ટન બન્યા છે. મેહુલ જોષી ગયા વર્ષે જુન 2024 માં બિહારના ગયા ખાતે, સ્થિત રાષ્ટ્રીય સ્તરની ''ઓફિસર ટ્રેનીંગ એકેડેમી’ માથી પાસઆઉટ
જૂનાગઢ માળીયા બ્રહ્મ સમાજનો યુવાન, ભારતીય સેનામાં કેપ્ટન બન્યો


જુનાગઢ 23 જુલાઈ (હિ.સ.) માળીયા હાટીના સમસ્ત બ્રહ્મસમાજ આગેવાન હકુભાઈ જોષીનો પુત્ર લેફ્ટનન્ટ મેહુલ જોષી ભારતીય સેના માં કેપ્ટન બન્યા છે. મેહુલ જોષી ગયા વર્ષે જુન 2024 માં બિહારના ગયા ખાતે, સ્થિત રાષ્ટ્રીય સ્તરની 'ઓફિસર ટ્રેનીંગ એકેડેમી’ માથી પાસઆઉટ થઈને ભારતીય સેના મા લેફ્ટનન્ટ ના પદ ક્લાસ વન ઓફિસર બન્યા છે.

ત્યારબાદ પોસ્ટિંગ અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીન સીમા પર મદ્રાસ રેજિમેન્ટ ના અધિકારી તરીકે થયું હતું. ત્યાં તેઓના સફળ નેતૃત્વ અને પોતાને સોપવામાં આવેલ જવાબદારીઓ પ્રત્યેના સમર્પણ ને ધ્યાનમાં રાખીને તેઓને ગત શનિવાર તારીખ 19 જુલાઈ 2025 ના દિવસે ભારતીય સેના દ્વારા કેપ્ટનના પદ નિમણુક થઈ છે.જેથી ગ્રામજનો અને પરિવારજનોમાં ખુશી છવાઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande