જૂનાગઢ જિલ્લાના પૂર્વ સૈનિકો માટે રોજગારની તક, અમદાવાદ કેન્ટોનમેન્ટ ખાતે જોબ ફેરનું આયોજન
જૂનાગઢ 23 જુલાઈ (હિ.સ.), પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં વસવાટ કરતા તમામ પૂર્વ સૈનિકોને નોકરીની વધુ તકો મળી રહે તે હેતુથી ડિરેક્ટોરેટ જનરલ રીસેટલમેન્ટ ઓફિસ, નવી દિલ્હી દ્વારા આગામી તારીખ ૨૫/૦૭/૨૦૨૫ ના રોજ સવારે ૭:૦૦ કલાકે અમદાવાદ કેન્ટ
જૂનાગઢ જિલ્લાના પૂર્વ સૈનિકો માટે રોજગારની તક, અમદાવાદ કેન્ટોનમેન્ટ ખાતે જોબ ફેરનું આયોજન


જૂનાગઢ 23 જુલાઈ (હિ.સ.), પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં વસવાટ કરતા તમામ પૂર્વ સૈનિકોને નોકરીની વધુ તકો મળી રહે તે હેતુથી ડિરેક્ટોરેટ જનરલ રીસેટલમેન્ટ ઓફિસ, નવી દિલ્હી દ્વારા આગામી તારીખ ૨૫/૦૭/૨૦૨૫ ના રોજ સવારે ૭:૦૦ કલાકે અમદાવાદ કેન્ટોનમેન્ટ ખાતે પૂર્વ સૈનિકો માટે વિશેષ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉપરોક્ત જોબ ફેરમાં ભાગ લેવા ઈચ્છુક તમામ પૂર્વ સૈનિકોએ તેમનું ઓરિજિનલ ઓળખપત્ર તથા બાયો ડેટા/ રીઝયૂમની પાંચ (૦૫) નકલ સાથે નિર્ધારિત સમયે સ્થળ પર હાજર રહેવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, પોરબંદર દ્વારા પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના તમામ પૂર્વ સૈનિકોને અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande