ભણેલી દીકરી બે કુળ નહિ પણ આખો સમાજ તારે: 'મારું સપનાનું ઘર' કાર્યક્રમમાં કચ્છની 5૦૦થી વધુ કિશોરી જોડાઈ
ભુજ – કચ્છ, 23 જુલાઇ (હિ.સ.) : આજના સમયમાં દીકરીઓ ભણીગણીને, તકનીકીવ્યવસાયો દ્વારા પગભર બને અને કચ્છની એક પણ દીકરી અશિક્ષિત ના રહે તેમજ બાળલગ્ન જેવા દુષણોથી મુક્ત રહે એવું આહ્વાન જીલ્લા કલેકટરઆનંદભાઈ પટેલે કચ્છ મહિલા વિકાસ સંગઠન આયોજિત અખર સેન્ટરનાં ક
અખર સેન્ટરમાં બાળાઓનું કરાયું સન્માન


ભુજ – કચ્છ, 23 જુલાઇ (હિ.સ.) : આજના સમયમાં દીકરીઓ ભણીગણીને, તકનીકીવ્યવસાયો દ્વારા પગભર બને અને કચ્છની એક પણ દીકરી અશિક્ષિત ના રહે તેમજ બાળલગ્ન જેવા દુષણોથી મુક્ત રહે એવું આહ્વાન જીલ્લા કલેકટરઆનંદભાઈ પટેલે કચ્છ મહિલા વિકાસ સંગઠન આયોજિત અખર સેન્ટરનાં કાર્યક્રમમાં કર્યું હતું. કચ્છના 7 તાલુકાના 42 અખર સેન્ટરની 500થી વધારે બાલિકાઓ કાર્યક્રમમાં જોડાઈ અને ગીતો, નાટિકા અને નૃત્ય દ્વારા પોતાના જીવનમાં અખર સેન્ટરનું મહત્વ પ્રદર્શિત કર્યું હતું.

જીવનના સંકલ્પો સાથે કરાઇ શરૂઆત

કાર્યક્રમનાપ્રારંભમાં કેટલીક દીકરીઓએ પોતાના જીવન માટે લીધેલા સંકલ્પો માટી પાત્રમાં રાખી; કાર્યક્રમની અનોખી શરૂઆત કરાવી હતી. KMVSનાં એક્ઝીક્યુટીવ ડીરેક્ટર કૃતિબેન લહેરુએ સંસ્થાનો પરિચય આપવા સાથે કિશોરીઓ સાથે કામ કરીને તેમને માનસિક અને સામાજિક રીતે પગભર બનાવવાના પ્રયાસો વર્ણવ્યા હતા.

દીકરીઓને પગભર કરવા બદલ તંત્રના અભિનંદન

કલેકટર આનંદ પટેલે અખર સેન્ટરને દીકરીઓ માટે આશીર્વાદરૂપ ગણાવી; ગ્રામ્ય સ્તરે દીકરીઓને શિક્ષણ સાથે સંસ્કાર, જીવન કૌશલ્યો અને રોજગારી મેળવીને પગભર કરવા માટે થતા પ્રયત્નો બદલ સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા.

કન્યાઓના શિક્ષણ માટેની સમજ અપાઇ

કચ્છ જિલાશિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે કિશોરીઓને કોઈપણ સંજોગોમાં શિક્ષણ છૂટી ના જાય એ માટે સૂચન આપતાં કન્યાશિક્ષણ માટે સરકારી યોજનાઓ અને ની:શુલ્ક શિક્ષણની યોજનાઓ વર્ણવી; કિશોરીઓ ભણીગણીને પગભર બને એ માટે ટકોર કરી હતી. જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને સહ બાળલગ્ન પ્રતિબંધક અધિકારી નરેન્દ્રભાઈ ચૌહાણે નશામુક્તી અને બાળલગ્ન અટકાવવા માટે સરકારી ધોરણે ચાલતી પ્રવૃત્તિઓથી સૌને અવગત કર્યા હતા.

દીકરીઓ શિક્ષિત બનવાના અધિકારો મેળવે

મહિલા બાળ વિકાસ વિભાગનાં જીલ્લા મિશન કોઓર્ડિનેટર ફોરમ વ્યાસે દીકરીઓને સામાજિક બંધનોથી મુક્ત થઈને શિક્ષિત બનવાના અધિકારને મેળવવા આહ્વાન કર્યું હતું. અખરસેન્ટરમાં ભણીને નોકરી મેળવનાર દીકરીઓનું સન્માન કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન હોમ્સ ઇન ધ સીટીના જય અંજારિયાએ સંભાળ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande