ટીબીના દર્દીઓને અર્બન હેલ્થ સેન્ટર સિહોર ખાતે પોષણ કીટ નું વિતરણ કરવામાં આવ્યું
ભાવનગર 23 જુલાઈ (હિ.સ.) : પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પોષણ કીટ વિતરણ કાર્યક્રમસિહોર: પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત જરૂરિયાતમંદ ટીબીના દર્દીઓને પોષણ સપોર્ટ પુરૂં પાડવા માટે લાયન્સ ક્લબ ભાવનગર દ્વારા સરાહનીય પગલું ભરવામાં
ટીબી ના દર્દીઓને અર્બન હેલ્થ સેન્ટર સિહોર ખાતે પોષણ કીટ નું વિતરણ કરવામાં આવ્યું,


ભાવનગર 23 જુલાઈ (હિ.સ.) : પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પોષણ કીટ વિતરણ કાર્યક્રમસિહોર: પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત જરૂરિયાતમંદ ટીબીના દર્દીઓને પોષણ સપોર્ટ પુરૂં પાડવા માટે લાયન્સ ક્લબ ભાવનગર દ્વારા સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે. લાયન્સ ક્લબ ભાવનગરના નિક્ષય મિત્ર તરીકેના ભાગરૂપે સિહોર શહેર ખાતે અર્બન હેલ્થ સેન્ટર ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં ટીબી દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું.

આ પોષણ કીટ વિતરણ કાર્યક્રમનો ઉદ્દેશ દર્દીઓને યોગ્ય પોષણ મળી રહે અને તેઓ વધુ સજાગ બનીને ઝડપી સ્વસ્થ થઈ શકે એ છે. કીટમાં મુખ્યત્વે દાળ, ચણાની દાળ, પીનટ બટર, પૌષ્ટિક લાડુ, નટ્રિશન પાવડર, ઓટસ જેવી પૌષ્ટિક સામગ્રી સમાવિષ્ટ હતી, જે દર્દીના સ્વાસ્થ્ય સુધારવામાં મદદરૂપ સાબિત થશે.

કાર્યક્રમમાં લાયન્સ ક્લબના સભ્યો, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી, ટીબી યુનિટ સિહોરના કર્મચારીઓ, તેમજ અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (યુ.પી.એચ.સી.)ના મેડિકલ ઓફિસરશ્રી અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં લોકભાગીદારી અને સામાજિક જવાબદારીનો ઉત્તમ સમન્વય જોવા મળ્યો હતો.

આ અવસરે ઉપસ્થિત અધિકારીઓએ ટીબી વિષે જાગૃતિ ફેલાવવા તેમજ તબીબી સારવાર સાથે પોષણના મહત્ત્વ વિશે સમજ આપતી માહિતી પણ આપી હતી. આ વિધિથી દર્દીઓને મદદ મળી છે, પણ સમૂહમાં પણ આરોગ્ય પ્રત્યેના ચેતનાનું વાવેતર થયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande