જામનગર, 23 જુલાઈ (હિ.સ.) : જામનગર જિલ્લા ટેબલ ટેનીસ એસોસિયેશન આયોજિત અને પ્રાઈમ સ્પોન્સરર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને જામનગર શહેરના સહયોગીઓ દ્વારા પ્રાયોજીત ૪થી (ચોથી) ઓપન ગુજરાત સ્ટેટ મેજર રેન્કિંગ ટેબલ ટેનીસ ટુર્નામેન્ટ આવતીકાલથી જે.એમ.સી. ખેલ સંકુલમાં શરૂ થવા જઈ રહી છે.
આ ટુર્નામેન્ટમાં ગુજરાતના બધા શહેરોમાંથી ૫૦૦ જેટલા ખેલાડીઓ ભાગ લેવા આવી રહ્યા છે. તા. ૨૪-૭-૨૫ થી લઈને તારીખ ૨૬-૭-૨૫ સુધી બધા ખેલાડીઓ પોતાનું કૌવત બતાડશે.
આ ટુર્નામેન્ટ જોવા માટે કોઈ પણ પ્રકારની પ્રવેશ ફી નથી, ખેલાડીઓનો ઉત્સાહ વધારવા સવારના ૯ વાગ્યા થી લઈને રાતે ૯ વાગ્યા સુધી આવી શકશે.
આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે જામનગર જીલ્લા ટેબલ ટેનીસ એસોસિયેશન ના કમિટીના સભ્યો અને હોદેદારો તડામાર તૈયારી કરીને ઓપ આપી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DAVAL NILESHBHAI BHATT