હિરલબા જાડેજાના સાગરીત હિરેન ઓડેદરાનો વરઘોડો કાઢતી પોલીસ
પોરબંદર, 23 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના ખારવા સમાજના હરીશ પોસ્તરિયાએ બે દિવસ પૂર્વેપોરબંદરના જાણીતા મહિલા અગ્રણી હિરલબા જાડેજા તેના સાગરીત હિરેન ઓડેદરા સહીત અન્ય શખ્સો વિરુદ્ધ 75ની રકમ માટે વ્યાજ સહીત 4 કરોડથી પણ વધુ રકમ પડાવી લીધી હોવા છતાં વધુ વ્યાજન
હિરલબા જાડેજાના સાગરીત હિરેન ઓડેદરાનો વરઘોડો કાઢતી પોલીસ.


હિરલબા જાડેજાના સાગરીત હિરેન ઓડેદરાનો વરઘોડો કાઢતી પોલીસ.


હિરલબા જાડેજાના સાગરીત હિરેન ઓડેદરાનો વરઘોડો કાઢતી પોલીસ.


હિરલબા જાડેજાના સાગરીત હિરેન ઓડેદરાનો વરઘોડો કાઢતી પોલીસ.


હિરલબા જાડેજાના સાગરીત હિરેન ઓડેદરાનો વરઘોડો કાઢતી પોલીસ.


પોરબંદર, 23 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના ખારવા સમાજના હરીશ પોસ્તરિયાએ બે દિવસ પૂર્વેપોરબંદરના જાણીતા મહિલા અગ્રણી હિરલબા જાડેજા તેના સાગરીત હિરેન ઓડેદરા સહીત અન્ય શખ્સો વિરુદ્ધ 75ની રકમ માટે વ્યાજ સહીત 4 કરોડથી પણ વધુ રકમ પડાવી લીધી હોવા છતાં વધુ વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા હોવાનીથી કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. આ ફરિયાદને પગલે કમલાબાગ પોલીસે હિરલબાના સાગરીત હિરેન ઓડેદરાની ગાંધીનગર ખાતેથી ધરપકડ કરી પોરબંદર કોર્ટમાં રજુ કરતા કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. ત્યારે રિમાન્ડ પર રહેલા હિરેન ઓડેદરાને કમલાબાગ પોલીસે ઘટના સ્થળે લઇ જઈ પંચનામું કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

પોરબંદરના હરીશભાઈ પોસ્તરિયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 2012માં તેઓને ફેક્ટરી માટે પૈસાની જરૂરિયાત ઉભી થતા તેઓએ ભૂરા મુંજા પાસેથી 75 લાખની રકમ માસિક 3% વ્યાજે લીધી હતી.2016માં ભૂરા મુંજાનું અવસાન થતા હિરલબાએ કારોબાર હાથમાં લીધો હતો. અને વ્યાજની રકમ ભરવામાં 1 દિવસ પણ જો મોડું થાય તો મૂળ રકમના 10%પેનલ્ટી લેવામાં આવર્તી હતી. હરીશભાઈએ તેમની ફેક્ટરી અને તેમની માલિકીની બોટ વહેંચી વ્યાજની રકમ ભરી હતી અને અત્યાર સુધીમાં કુલ 4 કરોડથી પણ વધુ રકમ ચૂકવી દીધી હોવા છતાં હિરલબા અને તેના સાગરીતો અવાર-નવાર વધુ રકમ માટે પઠાણી ઉઘરાણી કરતા હતા. આ મામલે હરીશભાઈના ભાણેજ સુનિલભાઈએ 150 થી વધુ કોલ રેકોર્ડિંગ પણ પોલીસને પુરાવા રૂપે આપ્યા હતા.આ ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે હિરલબાના સાગરીત હિરેન ઓડેદરાની ગાંધીનગર ખાતેથી ધરપકડ કરી પોરબંદર લાવ્યો હતો અને પાંચ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કર્યો હતો. આ કેસ મામલે પોરબંદર કોર્ટે 1દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.ત્યારે આજે રિમાન્ડ દરમિયાન પોલીસે હિરેન ઓડેદરાને પંચનામું કરવા ઘટના સ્થળે લઇ જઈ સમગ્ર ઘટનાનું રિકંસ્ટ્રક્શન કરાવ્યું હતું.પોલીસે આજે તા. 23 જુલાઈના રોજ આરોપી હિરેન ઓડેદરાને ફરિયાદીની જૂની મિલકત પર અને હિરલબા જાડેજાના ઘરે તૈમજ ફરિયાદી હાલ જ્યાં રહે છે તે ભાડાના મકાને લઈ જઈ આરોપીને ફરિયાદી પાસે માફી મંગાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande