ભાઠેનામાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં 14.65 લાખનો માલ સળગાવી દેનારા સામે ગુનો નોંધાયો
સુરત, 23 જુલાઈ (હિ.સ.)- શહેરના ભાઠેના વિસ્તારમાં આવેલ આંજણામાં એક ટ્રાન્સપોર્ટના ગોડાઉનને કેટલાક ઈસમોએ પોતાનું નિશાન બનાવ્યું હતું. દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ કરી અજાણ્યા ઈસમોએ જ્વલનશીલ પદાર્થ નાખી આગ લગાવી દીધી હતી. જેના કારણે ટ્રાન્સપોર્ટના ગોડા
ભાઠેનામાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં 14.65 લાખનો માલ સળગાવી દેનારા સામે ગુનો નોંધાયો


સુરત, 23 જુલાઈ (હિ.સ.)- શહેરના ભાઠેના વિસ્તારમાં આવેલ આંજણામાં એક ટ્રાન્સપોર્ટના ગોડાઉનને કેટલાક ઈસમોએ પોતાનું નિશાન બનાવ્યું હતું. દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ કરી અજાણ્યા ઈસમોએ જ્વલનશીલ પદાર્થ નાખી આગ લગાવી દીધી હતી. જેના કારણે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં રહેલ કુલ 3173 નંગ પાર્સલો આગમાં બળી ગયા હતા. જેના કારણે વેપારીને રૂપિયા 14.65 લાખનું નુકસાન થયું હતું. બનાવને પગલે આખરે ભોગ બનનાર વેપારીએ સીસીટીવી ફૂટેજના આધારે ચાર થી પાંચ ઈસમો તથા અગાઉ નોકરી કરતા હતા તે જગ્યાના શેઠને પણ શકદાર તરીકે ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે તમામ સામે રાયોટીંગનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે ડીંડોલી વિસ્તારમાં ફાયર સ્ટેશનની બાજુમાં આવેલ અંબિકા પાર્ક સોસાયટીમાં રહેતા 35 વર્ષે અમોલ ભગવાનભાઈ અગાઉ ખટોદરા વિસ્તારમાં રાયકા સર્કલ પાસે આવેલ મહાલક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલમાં ટ્રાન્સપોર્ટનું ગોડાઉન ધરાવતા કૃષ્ણકાંત યાદવ પાસે મજૂરી કામ કરતા હતા. જો કે જે તે સમયે પગાર મુદ્દે તેમની સાથે ઝઘડો થતાં અમોલે તેમની પાસેથી નોકરી છોડી દીધી હતી. જે અદાવત રાખીને જે તે સમયે કૃષ્ણકાંતએ હું સુરત શહેરમાં તને ધંધો નહીં કરવા દઉં તેવી ધમકી પણ આપી હતી. આ દરમિયાન અમોલ પગારે આંજણા વિસ્તારમાં શિવ ટાઉનશીપ ખાતે એક પ્લોટમાં ટ્રાન્સપોર્ટ નો વ્યવસાય ચાલુ કર્યો હતો. ગત તારીખ 22 જુલાઈ 2025 ના રોજ રાત્રે અઢીથી સાડા ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન તેમનું ટ્રાન્સપોર્ટ નું ગોડાઉન બંધ હતું. ત્યારે કોઈ અજાણ્યા પાંચ ઈસમો તેમના ટ્રાન્સપોર્ટ ના ગોડાઉન પર આવ્યા હતા અને શટર તોડી નાખી દુકાનમાં પ્રવેશ કરી કોઈ જ્વેલનશીલ પદાર્થો વડે દુકાનમાં છંટકાવ કરી માલ સળગાવી દીધો હતો. આગમાં ગોડાઉનમાં રહેલ કુલ 3173 નંગ પાર્સલ બળીને ખાસ થઈ ગયા હતા. આ ઉપરાંત ત્રણ લેપટોપ તથા પ્રિન્ટર મશીન પણ આગમાં બળીને ખાક થઈ ગયું હતું. બનાવને પગલે વેપારીને રૂપિયા 14.65 લાખ નું નુકસાન થવા પામ્યું હતું. સીસીટીવી ફૂટેજ ના આધારે અમોલ પગારે ઉધના પોલીસ મથકમાં સત્યમ નામના ઈસમ સહિત 4 અજાણ્યા ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત મુખ્ય શકદાર તરીકે કૃષ્ણકાંત યાદવ સામે પણ ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે તમામ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande