કાપોદ્રામાં ઓટો રિક્ષામાં યુવકના રૂપિયા 15 હજાર ચોરાયા
સુરત, 23 જુલાઈ (હિ.સ.)- શહેરના સરથાણા વિસ્તારમાં રહેતા અને સિલાઈ મશીન રીપેરીંગનું કામ કરતા યુવકને ઓટોરિક્ષાની અંદર ઠગબાજ ઈસમો ભેટી ગયા હતા. મુસાફરોના સ્વાંગમાં બેસેલા ચોર ઈસમોએ તેમની નજર ચૂકવી તેમના ખિસ્સામાંથી રોકડા રૂપિયા 15000 ચોરી લઇ ઓટોરિક્ષામાં
કાપોદ્રામાં ઓટો રિક્ષામાં યુવકના રૂપિયા 15 હજાર ચોરાયા


સુરત, 23 જુલાઈ (હિ.સ.)- શહેરના સરથાણા વિસ્તારમાં રહેતા અને સિલાઈ મશીન રીપેરીંગનું કામ કરતા યુવકને ઓટોરિક્ષાની અંદર ઠગબાજ ઈસમો ભેટી ગયા હતા. મુસાફરોના સ્વાંગમાં બેસેલા ચોર ઈસમોએ તેમની નજર ચૂકવી તેમના ખિસ્સામાંથી રોકડા રૂપિયા 15000 ચોરી લઇ ઓટોરિક્ષામાંથી ઉતારી દઈ ચોરી કરી પલાયન થઇ ગયા હતા. જેથી આખરે ભોગ બનનાર યુવકે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઓટો રીક્ષા સવાર બે ઈસમો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે મૂળ મહારાષ્ટ્રના વતની અને સુરતમાં સરથાણા વિસ્તારમાં સીમાડા ગામ ખાતે આવેલ દિવાળીબા નગરમાં રહેતા ધર્મેશભાઈ નંદુભાઈ સિલાઈ ઈંગળે મશીન રીપેરીંગ નું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તારીખ 3/7/2025 ના રોજ સવારે 10:00 વાગ્યાના અરસામાં તેઓ ઓટો રીક્ષામાં બેસી કાપોદ્રા હીરાબાગ સર્કલથી કામ અર્થે જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન ઓટોરિક્ષા ચાલક તથા મુસાફરના સ્વાંગમાં બેસેલ અજાણ્યા ઈસમે ભેગા મળી ધર્મેશભાઈ ને વાતોમાં ભોળવી ઓટો રિક્ષામાં પાછળ બેસેલા ઇસમે ધર્મેશભાઈની નજર ચૂકવી તેમના ખિસ્સામાંથી રોકડા રૂપિયા 15000 ચોરી કરી લીધા હતા અને બાદમાં ચોર ઈસમે ઈશારો કરતાની સાથે જ ઓટો રીક્ષા ચાલકે રીક્ષા ઊભી રાખી હતી અને ધર્મેશભાઈ ને ઓટોરિક્ષામાંથી ઉતારી દઈ ફરાર થઇ ગયા હતા. જેથી બાદમાં ધર્મેશભાઈને પોતાના રૂપિયા 15,000 ચોરાયા ની જાણ થતા તેઓએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રીક્ષા ચાલક અને પાછળ બેસેલા ઈસમ સામે ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande