લીંબાયતમાં ભંગારના વેપારીના ગળે ચપ્પુ મૂકી ત્રણ હજારની લૂંટ, પોલીસે ત્રણ માથાભારે ઈસમો સામે ગુનો નોંધ્યો
સુરત, 23 જુલાઈ (હિ.સ.)- ચોક બજાર વિસ્તારમાં રહેતો ભંગારનો વેપારી લીંબાયત વિસ્તારમાં સરદાર નગર પાસેથી બાઈક લઈને પસાર થતો હતો. આ સમયે રસ્તા વચ્ચે બાઈક પર ત્રણ ઈસમો બેઠા હતા. જેથી વેપારીએ હોર્ન મારી બાઈક હટાવવાનું જણાવતા ત્રણેય વ્યક્તિઓએ તેને ધિક મુક્કી
લીંબાયતમાં ભંગારના વેપારીના ગળે ચપ્પુ મૂકી ત્રણ હજારની લૂંટ, પોલીસે ત્રણ માથાભારે ઈસમો સામે ગુનો નોંધ્યો


સુરત, 23 જુલાઈ (હિ.સ.)- ચોક બજાર વિસ્તારમાં રહેતો ભંગારનો વેપારી લીંબાયત વિસ્તારમાં સરદાર નગર પાસેથી બાઈક લઈને પસાર થતો હતો. આ સમયે રસ્તા વચ્ચે બાઈક પર ત્રણ ઈસમો બેઠા હતા. જેથી વેપારીએ હોર્ન મારી બાઈક હટાવવાનું જણાવતા ત્રણેય વ્યક્તિઓએ તેને ધિક મુક્કીનો ઢોર માર મારી અમને ઓળખે છે, હું આ વિસ્તારનો બાપ છું. તેમ કહીને તેને માર મારી તેમની પાસેથી રોકડા રૂપિયા 3000 લૂંટી લીધા હતા. એટલું જ નહીં પરંતુ આ રસ્તા પરથી અવરજવર કરવી હોય તો હપ્તો તો આપવો જ પડશે તેમ કહીને ચપ્પુના બતાવી જાનથી મારી નાખવાનો ડર બતાવ્યો હતો. જેથી વેપારીએ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય ઈસમો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

બનાવની વિગત એવી છે કે ચોક બજાર વિસ્તારમાં શેના બુટ્ટી પાસે હકીમ ચીચી ફાર્મસી પાસે રાણી તળાવમાં રહેતા 40 વર્ષીય રફીકખાન સફીખાન પઠાણ ભંગારનો વેપાર કરે છે. પાંચ દિવસ પહેલા રફીકખાન પોતાની બાઈક લઈને લીંબાયતમાં સરદાર નગર ગલી નંબર 3 સામેથી પસાર થતો હતો. આ સમયે વાજીદ ઉર્ફે ચિયો ઐયુબ મલેક, સમીર ઉર્ફે ઘેટી નિઝામ શેખ અને દિપક ઉર્ફે મરાઠે ભાસ્કરભાઇ બૈસાણે (તમામ રહે. લિંબાયત) રસ્તા વચ્ચે બાઈક ઉભી રાખીને બેઠા હતા. જેથી રફીકખાને બાઇકનો હોર્ન વગાડી તેઓને રસ્તાની સાઈડમાં હટવાનું કહેતા વાજિદ ઉર્ફે ચિયાએ તું મને ઓળખે છે, હું આ વિસ્તારનો બાપ છું. તારી હિંમત કેમ થઈ આવી રીતે મારી સામે બાઇકનો હોર્ન મારીને મારી બાઈક હટાવવાનું કહેવાની. તેમ કહીને તેણે તથા તેની સાથે સમીર ઉર્ફે ઘેટી તથા દિપક ઉર્ફે મરાઠી એ ભેગા મળીને તેની બાઈકને પકડી લીધી હતી અને એલફેલ ગાળો આપી ઢીક મૂકીનો ઢોર માર્યો હતો. એટલું જ નહીં પરંતુ જો તારે આ રસ્તે થી અવરજવર કરવી હોય તો તારે અમને હપ્તો આપવો પડશે તેમ કહીને ગળા પર ચપ્પુ મૂકી દીધું હતું અને તેને જાનથી મારી નાખવાનો ડર બતાવી તેમની પાસેથી રૂપિયા 3000 પડાવી લીધા હતા. જેથી આખરે એટલું જ નહીં પરંતુ બાદમાં જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી ભોગ બનનાર રફીક ખાને પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય ઇસમો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande