મહેસાણા, 23 જુલાઈ (હિ.સ.) મહેસાણાના ઉંઝા તાલુકામાં ખેડૂતોએ ચાલુ ખારીફ ઋતુમાં ચોમાસાની શરૂઆત સાથે જ ઉત્સાહભેર વાવેતર કાર્ય હાથ ધર્યું છે. કુલ 4002 હેક્ટર જમીનમાં વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે કપાસ 2032 હેક્ટર જમીન પર વાવાયો છે, જે સૌથી વધુ છે. તે ઉપરાંત ઘાસચારો 1215 હેક્ટર, અડદ 176 હેક્ટર, ગવાર 243 હેક્ટર, મગ 80 હેક્ટર, બાજરી 78 હેક્ટર, શાકભાજી 137 હેક્ટર, તલ 27 હેક્ટર અને તુવેર 10 હેક્ટર જેટલાં વિસ્તારમાં વાવવામાં આવ્યા છે.
ખેડૂતો ચોમાસાની ઋતુની શરૂઆતથી જ માવઠાની તીવ્રતાને અનુરૂપ પાકોની પસંદગી કરીને સમજીવાળી રીતથી ખેતી કરી રહ્યા છે. વીજળી, ખાતર અને પાણી જેવી સાધનસંપત્તિને સંતુલિત રીતે વાપરી પાક ઉત્પાદનમાં વધારો કરવાનો તેઓનો પ્રયાસ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ઊંઝા તાલુકામાં સરેરાશ 14,339 હેક્ટર વિસ્તારમાં ખારીફ વાવેતર થાય છે.
આ વર્ષે વરસે તે રીતે વરસાદે સહકાર આપ્યો તો ખેતરમાં લહેરાતા પાકો ખેડૂત પરિવાર માટે નફાકારક બની શકે છે. ખેતી માટે યોગ્ય સમયસૂચકતા, સરખું પાણી અને કુદરતી સ્થિતિ સહકાર આપે તો ઉત્પાદનમાં વધારો થવાની પૂરતી શક્યતાઓ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR