ઊંઝા રોટરી કલબમાં નવી કાર્યકારિણીની શપથવિધિ, નેહા જાની પ્રમુખ અને રાજેશ પટેલ મંત્રી બની
મહેસાણા, 23 જુલાઈ (હિ.સ.) ઊંઝા રોટરી કલબનો 66મો શપથવિધિ કાર્યક્રમ યાત્રિક ભવન ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં નવું વર્ષ સંભાળવા માટે રોટરી કલબના પ્રમુખ તરીકે નેહા એસ. જાની અને મંત્રી તરીકે રાજેશભાઈ એમ. પટેલની વરણી કરવામાં આવી હતી. સાથે જ અન્ય પાંચ રોટર
ઊંઝા રોટરી કલબમાં નવી કાર્યકારિણીની શપથવિધિ.


ઊંઝા રોટરી કલબમાં નવી કાર્યકારિણીની શપથવિધિ, નેહા જાની પ્રમુખ અને રાજેશ પટેલ મંત્રી બની


મહેસાણા, 23 જુલાઈ (હિ.સ.) ઊંઝા રોટરી કલબનો 66મો શપથવિધિ કાર્યક્રમ યાત્રિક ભવન ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં નવું વર્ષ સંભાળવા માટે રોટરી કલબના પ્રમુખ તરીકે નેહા એસ. જાની અને મંત્રી તરીકે રાજેશભાઈ એમ. પટેલની વરણી કરવામાં આવી હતી. સાથે જ અન્ય પાંચ રોટરીયન્સમાંથી પ્રમુખ પદે વિકાસ જી. પટેલ અને મંત્રી પદે સાગર આર. મોઢીની વરણી કરવામાં આવી હતી. તેમજ ઈનરવ્હીલ કલબમાં પ્રમુખ પદે ભાવિકા કે. પટેલ અને મંત્રી પદે પ્રેમલ એ. પટેલની વરણી પણ કરવામાં આવી હતી.

શપથવિધિ કર્તા તરીકે RID 3055 DG નિર્મલભાઈ ચૌધરી હાજર રહ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને મુખ્ય અતિથિ તરીકે ધાર્મદ્વજભાઈ પટેલ (મિલન), ઉપપ્રમુખ - ઊંઝા નાગરિક બેંક તથા સમય ડાયમંડ જૂવેલ હાજર રહ્યા હતા. વિશિષ્ટ અતિથિ તરીકે Zone-9 AG ગોવિંદભાઈ પટેલ (મહેસાણા) ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ઊંઝા નાગરિક સહકારી બેંકના ચેરમેન પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

ઊંઝાની અનેક સેવાભાવી સંસ્થાઓના હોદ્દેદારો પણ કાર્યક્રમમાં હાજર રહી નવા કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન કલબ દ્વારા કરવામાં આવેલી સેવાપ્રવૃત્તિઓનો પણ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.

નવપદગ્રાહી પ્રમુખ નેહા એસ. જાનીએ જાહેરાત કરી હતી કે નવા વર્ષ દરમિયાન અનેક નવી પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવશે, જેથી રોટરી કલબ ઊંઝાનું નામ વધુ ઊંચાઈએ પહોંચાડી શકાય. દરેક મહેમાને નવા પ્રમુખ અને મંત્રીને શુભેચ્છાઓ પાઠવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande