મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા, પાલક માતા-પિતા યોજનાનો લાભ લેતી દિકરીઓની મુલાકાત કરાઈ.
પોરબંદર, 23 જુલાઈ (હિ.સ.)પોરબંદર જિલ્લા મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણીના માર્ગદર્શન હેઠળ જિલ્લા મહિલા અને બાળ કચેરીના કર્મચારીઓ દ્વારા પાતા, માધવપુર અને મૂળમાધવપુર ગામની ગ્રામપંચાયત કચેરી , આંગણવાડી કેન્દ્ર અને પ્રાથમિક શાળા ખાતે અને ગામોમાં
મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા પાલક માતા-પિતા યોજનાનો લાભ લેતી દિકરીઓની મુલાકાત કરાઈ.

પોરબંદર, 23 જુલાઈ (હિ.સ.)પોરબંદર જિલ્લા મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણીના માર્ગદર્શન હેઠળ જિલ્લા મહિલા અને બાળ કચેરીના કર્મચારીઓ દ્વારા પાતા, માધવપુર અને મૂળમાધવપુર ગામની ગ્રામપંચાયત કચેરી , આંગણવાડી કેન્દ્ર અને પ્રાથમિક શાળા ખાતે અને ગામોમાં પાલક માતા-પિતા યોજનાનો લાભ લેતી દિકરીઓની રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી.ત્યારબાદ માધવપુર ગામની પરિશ્રમ શાળા અને નાગાર્જુન પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

જેમાં માધવપુરના પી.આઈ કે.બી. ઠાકરિયાએ શાળાની દીકરીઓને પોલીસની કામગીરી 181 અભયમ હેલ્પલાઇન,શી ટીમ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તકની ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વૂમનના ડીસ્ટ્રીકટ મિશન કો-ઓર્ડીનેટર સંધ્યાબેન જોષી દ્વારા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તકની મહિલાલક્ષી યોજનાઓ અને કાયદાઓની તેમજ કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપવામા આવી હતી.

આ તકે સખી વન સ્ટોપ સેન્ટરની કામગીરી અને યોજનાની માહિતી આપવામા આવી હતી. પાલક માતા-પિતા યોજનાનો લાભ લેતી દિકરીઓની રૂબરૂ મુલાકાત દરમ્યાન દીકરીઓને એના અભ્યાસમાં ઉપયોગી થાય તે માટે બેટી બચાવો બેટી પઢાવો યોજના અન્વયે શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી અને મહિલા હેલ્પલાઇનથી પરિચિત થાય તે માટે માહિતી અપાઈ હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય, સ્ટાફગણ તેમજ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande