કચ્છમાં વધુ પૈડાવાળી ગાડી લિગ્નાઇટમાં ચાલશે તેવી અફવા: ટ્રક સંગઠને કર્યું ખંડન
ભુજ – કચ્છ, 23 જુલાઇ , (હિ.સ.) : વર્તમાન વરસાદની સિઝનમાં હાઇવે, રસ્તાનું ધોવાણ સાથે બને ખાણો ઉપર રસ્તાની મરંમતની ચર્ચા પશ્ચિમ કચ્છ ટ્રક ઓનર્સ એસોસિયેશનની સામાન્ય સભામાં કરાઇ હતી. બેઠક પ્રમુખ અર્જુનસિંહ જાડેજાના પ્રમુખસ્થાને મળી હતી. વર્તમાન પરિસ્થિત
ટ્રક સંગઠનની બેઠકમાં અફવા સામે ખંડન કરાયું


ભુજ – કચ્છ, 23 જુલાઇ , (હિ.સ.) : વર્તમાન વરસાદની સિઝનમાં હાઇવે, રસ્તાનું ધોવાણ સાથે બને ખાણો ઉપર રસ્તાની મરંમતની ચર્ચા પશ્ચિમ કચ્છ ટ્રક ઓનર્સ એસોસિયેશનની સામાન્ય સભામાં કરાઇ હતી. બેઠક પ્રમુખ અર્જુનસિંહ જાડેજાના પ્રમુખસ્થાને મળી હતી. વર્તમાન પરિસ્થિતિમાં અત્યારે જે 19 ટન તથા 24 ટન પાસિંગ ગાડી ચાલે છે, તેમાં પણ અત્યારે મહિને 19 ટન ગાડીવાળા માટે ચાર ફેરા તથા 24 ટન ગાડીવાળા મહિને એક ફેરો ચીઠ્ઠી મળે છે, તો આ બાબતે વ્યવસ્થા કરવા માટે સંબંધીત વિભાગને રજૂઆત કરવા નિર્ણય લેવાયા હતા.

વ્યવસ્થામાં જરૂરિયાત મુજબ સંગઠન ખડેપગે રહેશે

સામાન્ય સભામાં સમગ્ર પશ્ચિમ કચ્છમાંથી ટ્રક માલિકો હાજર રહ્યા હતા. બેઠકમાં મહત્ત્વના મુદ્દા ચર્ચાતા પ્રમુખ દ્વારા કચ્છમાં વધુ પૈડાવાળી ગાડી લિગ્નાઇટમાં ચાલશે તેવી અફવા ફેલાવવામાં આવે છે. તેમનું ખંડન કરતા જણાયેલું કે અત્યારે જે 19 ટન તથા 24 ટન ચાલતી ટ્રકોનું પણ ભરણપોષણ શક્ય નથી. સંગઠન ઉપર વિશ્વાસ રાખવા તેમણે ભલામણ કરતાં અત્યારે જ્યાં-જ્યાં આ વ્યવસ્થામાં પશ્ચિમ કચ્છની જરૂર પડશે, ત્યારે પશ્ચિમ કચ્છ ટ્રક ઓનર્સ એસોસિયેશન ખડેપગે સાથે રહી વ્યવસાયને ધબકતો રહે તેવા પ્રયાસ કરવા માટે કટિબદ્ધ છે તેવું કહ્યું હતું.

સંગઠનને મજબૂત કરવા માટે આહ્વાન

એસોસિયેશનના પીઢ આગેવાન ખેંગારભાઇ રબારી દ્વારા સંગઠન મજબૂત કરવા માર્ગદર્શન અપાયું હતું. પશ્ચિમ કચ્છ ટ્રક એસોસિયેશન મહામંત્રી ભાવેશ ગુંસાઇએ સંસ્થાની ગતિવિધિ વિશે માહિતીગાર કરેલા હતા. શંકરભાઇ ભીમાણી તથા હિતેશભાઇ ગઢવી દ્વારા હાલ જે ખોટી અફવાઓ ચાલે છે. તેના વિશે પૂરક માહિતી અપાઇ હતી.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande