ગાંધીધામ અપહરણકાંડના બંને આરોપી જેલ હવાલે, એક રિમાન્ડ ઉપર
ભુજ – કચ્છ, 23 જુલાઇ (હિ.સ.) : ગાંધીધામ શહેરના આંગડિયા પેઢીના સંચાલકના અપહરણ પ્રકરણમાં પકડાયેલા બે શખ્સના રિમાન્ડ પૂર્ણ થતાં બંનેને ભુજની પાલારા જેલ હવાલે કરાયા હતા. તો, પવન બારોટ નામના શખ્સની અટક કરાઇ હતી. તે તા. 29/7 સુધી રિમાન્ડ તળે છે. બે આરો
બે આરોપીને ભુજ પાસેની પાલારા જેલમાં મોકલાયા


ભુજ – કચ્છ, 23 જુલાઇ (હિ.સ.) : ગાંધીધામ શહેરના આંગડિયા પેઢીના સંચાલકના અપહરણ પ્રકરણમાં પકડાયેલા બે શખ્સના રિમાન્ડ પૂર્ણ થતાં બંનેને ભુજની પાલારા જેલ હવાલે કરાયા હતા. તો, પવન બારોટ નામના શખ્સની અટક કરાઇ હતી. તે તા. 29/7 સુધી રિમાન્ડ તળે છે.

બે આરોપીને પાલારા જેલમાં મોકલાયા

આ અગાઉ 21મીએ ગાંધીધામ ખાતે હથિયાર બતાવી બળજબરીથી અપહરણ કરવાના ગુનામાં બે જણની ધરપકડ કરાઇ હતી. ચકચારી સોપારીકાંડના સૂત્રધાર પોલીસમાંથી બરતરફ કરાયેલા કિરીટસિંહ ઝાલા અને અંજારના મયૂર આહીરનું નામ બહાર આવતાં બંનેની અટક કરાઇ હતી. આ બંનેના એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં બંનેને પાલારા જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. હજુ આ કાંડનો મુખ્ય સૂત્રધાર હિતેન્દ્રસિંહ પોલીસના હાથમાં આવ્યો નથી તેમજ તેના સાગરિતો પણ પકડમાં આવ્યા નથી.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande