અલથાણના વેપારી સાથે 63.64 લાખની છેતરપિંડી કરનાર ટોળકી ઝડપાઈ
સુરત, 23 જુલાઈ (હિ.સ.)- અલથાણ વિસ્તારમાં રહેતા વૂધ્ધી ઈમ્પેક્ષ પ્રા.લી ફર્મના સંચાલક પાસેથી બેîગ્લોરી ફેબ્રીક્સ કાપડનો માલ ખરીદ્યા બાદ રૂપિયા 63.64 લાખની છેતરપિંડી કરનાર કાપડ દલાલ સહિત ત્રણ આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચની ઈકો સેલની ટીમે ઝડપી પાડ્યા છે. ઈક
અલથાણના વેપારી સાથે 63.64 લાખની છેતરપિંડી કરનાર ટોળકી ઝડપાઈ


સુરત, 23 જુલાઈ (હિ.સ.)- અલથાણ વિસ્તારમાં રહેતા વૂધ્ધી ઈમ્પેક્ષ પ્રા.લી ફર્મના સંચાલક પાસેથી બેîગ્લોરી ફેબ્રીક્સ કાપડનો માલ ખરીદ્યા બાદ રૂપિયા 63.64 લાખની છેતરપિંડી કરનાર કાપડ દલાલ સહિત ત્રણ આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચની ઈકો સેલની ટીમે ઝડપી પાડ્યા છે.

ઈકો સેલના જણાવ્યા મુજબ અલથાણ ડી માર્ટની સામે, રામેશ્વર હીલ્સ ખાતે રહેતા રાજેશભાઈ મોહનલાલ સુર્યા (ઉ.વ.52) રિંગરોડ સાંઈ માર્કેટમાં વૂધ્ધી ઈમ્પેક્ષ પ્રા.લી ફર્મના નામથી કાપડનો ધંધો કરે છે. રાજેશભાઈ સાથે કાપડ દલાલ સાગર મનસુખ ઠુમર (રહે,દિવ્યશક્તિ સોસાયટી, પુણા ગામ)ઍ શિવ ઍન્ટરપ્રાઈઝના દર્શન મગન કાનાણી(રહે, શાંતીનિકેતન સોસાયટી પુણાગામ) અને શૈલેષ શંભુ કાનાણી (રહે,સૂર્યદેવ રો હાઉસ, સીમાડા) સાથે પરિચય કરાવ્યો હતો. અને જણાવ્યું હતું કે તેઓ સુરત ખાતેની ઘણી બધી વેપારી પાર્ટીઓ પાસેથી ઉધારીમાં કાપડનો માલ ખરીદી તેનું વેપારી શિરસ્તા મુજબ સમયસર પેમેન્ટ ચુકવી આપીઍ છે. અને જા તમે પણ અમને ઉધારીમાં માલ આપશો તો તમેને પણ સમયસર પેમેન્ટ ચુકવી આપીશુ તેમજ તમને સારો ઍવો આર્થિક ફાયદો પણ થશે હોવાનુ કહી વિશ્વાસમાં લીધા હતા. ત્રણેય જણાઍ પોતે માર્કેટમાં પ્રતિષ્ઠીત વેપારી અને દલાલ હોવાનું ચિત્ર ઉભુ કર્યા બાદ રાજેશભાઈ પાસેથી 21 ડિસેમ્બર 2023 થી 30 એપ્રિલ 2024 સુધીમાં ટુકડે ટુકડે કરી બેગ્લોરી ફેબ્રીક્સ કાપડનો માલ ખરીદ્યો હતો. જેમાંથી થોડુ પેમેન્ટ ચુકવી આપ્યા બાદ બાકીના લેવાના નિકળતા રૂપિયા 63,64,078ની અવાર નવાર માંગણી કરવા છતાંયે નહી આપી છેતરપિંડી કરી મોબાઈળ ઉપાડવાનાબંધ કરી દીધા હતા. બનાવ અંગે રાજેશભાઈ સૂર્યાઍ ફરિયાદ નોîધાવતા ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કરી તપાસ કરનાર ઈકો સેલના અધિકારીઍ કાપડ દલાલ સહિત ત્રણેય આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande