પોરબંદર, 24 જુલાઈ (હિ.સ.)પોરબંદર શહેરમાં શ્રાવણ માસના પ્રારંભપૂર્વે જ જુગારની મોજ માણતા પત્તાપ્રેમીઓ પોલીસના હાથે ચડી ગયા છે છાયા બાવાજીની વંડી નજીક જાહેરમાં જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે કમલાબાગ પોલીસે દરોડો પાડયો હતો આ દરમ્યાન કિશન વિનોદભાઈ ઘેડીયા, શરદઉર્ફે લો મુરૂભાઈ મારૂ અને લખમણ અરજનભાઇ ઓડેદરા નામના ત્રણ શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રૂ.35,700નો મુદામાલ કબ્જે કરી તેમની સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya