બે વર્ષમાં કચ્છ સૌરાષ્ટ્રની વીજ કંપની પીજીવસીએલમાં સૌથી વધુ 525 કરોડની વીજ ચોરી પકડાઇ
ભુજ – કચ્છ, 24 જુલાઇ (હિ.સ.) : ગુજરાતમાં વીજ ચોરી અટકાવવા માટે વીજ કંપનીઓ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવતી હોવા છતાં વીજ ચોરી અટકતી નથી. વર્ષ 2023-24માં ચારેય કંપનીના 19,67,024 વીજ કનેકશન ચેક કરવામાં આવ્યા હતા. તેમાંથી 1,50,920 કનેકશનમાં રૂપિયા 4
પીજીવીસીએલ ભુજ


ભુજ – કચ્છ, 24 જુલાઇ (હિ.સ.) : ગુજરાતમાં વીજ ચોરી અટકાવવા માટે વીજ કંપનીઓ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવતી હોવા છતાં વીજ ચોરી અટકતી નથી. વર્ષ 2023-24માં ચારેય કંપનીના 19,67,024 વીજ કનેકશન ચેક કરવામાં આવ્યા હતા. તેમાંથી 1,50,920 કનેકશનમાં રૂપિયા 484.64 કરોડની વીજ ચોરી ઝડપાઈ હતી. જ્યારે વર્ષ 2024-25માં 18,92,777 વીજ કનેકશન ચેક કરતાં 1,31,244 કનેક્શનોમાં રૂપિયા 545.48 કરોડની વીજ ચોરી ઝડપાઈ હતી. આ બંને વર્ષ દરમિયાન સૌથી વધુ કચ્છ સૌરાષ્ટ્રમાં વીજ ચોરી ઝડપાઈ છે.

1,029 કરોડની વીજ ચોરી ઝડપાઇ

છેલ્લાં બે વર્ષ દરમિયાન 1,029 કરોડની વીજ ચોરી ઝડપાયાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. ચાર વીજ કંપનીઓએ છેલ્લાં બે વર્ષમાં 39 લાખ વીજ કનેક્શન ચેક કર્યા હતા. તે પૈકી 2,82,164 ગ્રાહકો વીજ ચોરી કરતાં ઝડપાયા હતા. તેમાંથી 1,51,602 ગ્રાહકોએ વીજ ચોરીના રૂપિયા 1,029 કરોડ નહી ચુકવતાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

રાજ્યમાં કુલ 16 પોલીસ સ્ટેશનમાં નોંધાય છે ફરિયાદ

મહત્વનું છે કે, વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ચાકિંગ દરમિયાન વીજ ચોરી ઝડપાય તો જીયુવીએનએલના 16 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવે છે. વર્ષ 2023-24માં પીજીવીસીએલ કંપનીએ 5.05 લાખ કનેક્શનો ચેક કરીને 82 હજાર કનેક્શનમાંથી 254.25 કરોડની વીજ ચોરી પકડી હતી. જ્યારે વર્ષ 2024-25માં કંપનીએ 4.74 લાખ કનેક્શનો ચેક કરતાં 63 હજાર કનેક્શનમાંથી 271.01 કરોડની વીજચોરી પકડાઈ હતી. આમ બે વર્ષમાં 525 કરોડની વીજ ચોરી એકલા કચ્છ સૌરાષ્ટ્રમાંથી પકડાઈ છે. બંને વર્ષના કુલ 2,82,164 ગ્રાહકોને દંડ સાથે રકમ ચૂકવવા જણાવાયું હતું. પરંતુ તેમાંથી 1,52,602 ગ્રાહકોએ વીજચોરીની રૂપિયા 1,029 કરોડની રકમ ન ચૂકવતા તેમની સામે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુના દાખલ કરવામાં આવ્યા છે.

કર્મચારીઓ ઉપર હુમલાના 61 બનાવો

વીજ ચોરી કરનારા શખ્સો ચાકિંગ માટે પોલીસ કાફલા સાથે આવતી વીજ કંપનીઓની ટીમ પર પથ્થરમારો તેમજ હુમલો કરતા સહેજ પણ ગભરાતા નથી. છેલ્લા બે વર્ષમાં વીજ ચાકિંગમાં ગયેલા કર્મચારીઓ ઉપર હુમલાના 61 બનાવો બન્યા છે. કર્મચારીઓ ઉપર હુમલાના બનાવ સંદર્ભે શહેરના પોલીસ સ્ટેશનમાં અલગથી ફરિયાદ નોંધાવવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande