પોરબંદરમાં ગંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો.
પોરબંદર, 24 જુલાઈ (હિ.સ.)પોરબંદર શહેર અને જિલ્લામા નશાનો કારોબાર કરનાર પર પોલીસ ઘોસ બોલાવી રહી છે. છાયા વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી પોલીસે ગાંજાનો જથ્થા કબ્જે કર્યો હતો અને એક શખ્સને ઝડપી લીધો હતો. પોરબંદર એસઓજીને એવી બાતમી મળી હતી કે મુળ રાણાવાવનો
પોરબંદરમાં ગંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો.


પોરબંદર, 24 જુલાઈ (હિ.સ.)પોરબંદર શહેર અને જિલ્લામા નશાનો કારોબાર કરનાર પર પોલીસ ઘોસ બોલાવી રહી છે. છાયા વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી પોલીસે ગાંજાનો જથ્થા કબ્જે કર્યો હતો અને એક શખ્સને ઝડપી લીધો હતો. પોરબંદર એસઓજીને એવી બાતમી મળી હતી કે મુળ રાણાવાવનો હાલ છાયા નવાપરામાં રહેતા અલ્તાફહુશેન ઉર્ફે ટકો અકબરમીંયા કાદરી નામના શખ્સના રહેણાંક મકાનમાં ગાંજાનો જથ્થો છે જેના આધારે એસઓજીએ પંચોને સાથે રાખી દરોડો પાડયો હતો આ દરમ્યાન સુકો ગાંજો 703 ગ્રામ કિંમત રૂ 7030નો મુદામાલ મળી આવતા પોલીસે આ શખ્સની અટકાય કરી હતી અને તેમની સામે કમલાબાગ પોલીસ સ્ટેશનામા પીએનડીટી એકટ ગુન્હો નોંધી અને વધુ પુછપરછ હાથ ધરી છે. આ કાર્યવાહી એસઓજીના પીઆઈ વાય જી માથુકીયા અને પી ડી જાદવ સહિતના સ્ટાફે કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande