પોરબંદર, 24 જુલાઈ (હિ.સ.)પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા પ્રભારી સચિવ રણજીથ કુમારના અધ્યક્ષસ્થાને 15મી ઓગસ્ટ - 2025 સ્વાતંત્ર્ય દિન રાજ્ય કક્ષાની ઉજવણી આયોજનની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા પ્રભારી સચિવએ પોરબંદર ખાતે થનાર 15મી ઓગસ્ટ - 2025 સ્વાતંત્ર્ય દિન રાજ્ય કક્ષાની ઉજવણીના સુચારુ આયોજન તા.14મી ઓગસ્ટના એટહોમ કાર્યક્રમ તથા સાંસ્કૃતિક કાર્યક્રમોની સંભાવિત રૂપરેખા, તેમજ જિલ્લાની વિશિષ્ટ પ્રતિભાશાળી વ્યક્તિઓના સન્માન અંગે ચર્ચા કરવામાં આવી હતી.સાથે સાથે, મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમની , ગાર્ડ ઓફ ઓનર, સંસ્કૃતિક કાર્યક્રમો અને ભવ્ય પરેડ સહિતના કાર્યક્રમોના આયોજનની જાણકારી મેળવી હતી અને વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને અણધારી વાતાવરણ સર્જાય તો કાર્યક્રમો સુરક્ષિત રીતે પૂર્ણ થઈ શકે તે માટે પર્યાપ્ત વિકલ્પ આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી. બી. ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, મનપા કમિશનર હસમુખભાઇ પ્રજાપતિ, નિવાસી અધિક કલેકટર જે. બી. વદર, નાયબ કલેક્ટર એન.બી. રાજપૂત, પોરબંદર પ્રાંત અધિકારી સંદીપ જાદવ, જિલ્લા ગ્રામ એજન્સી નિયામક રેખાબા સૈવૈયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી એલ વાઘાણી સહિતના સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya