સહકારી સંસ્થાઓ વચ્ચે સહકારની સમીક્ષા બેઠક યોજાઈ
ભાવનગર 24 જુલાઈ (હિ.સ.) : આજે ભાવનગર ખાતે “સહકારથી સમૃદ્ધિ” કાર્યક્રમના ભાગરૂપે સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર વધારવાના હેતુસર વિશેષ સમીક્ષા બેઠક યોજાઈ. સહકાર ક્ષેત્રે નવિન પહેલો, સંકલન અને સંકલિત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને આ બેઠકનું આયોજન કરવામાં આવ
સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર'ની સમીક્ષા બેઠક યોજાઈ.


ભાવનગર 24 જુલાઈ (હિ.સ.) : આજે ભાવનગર ખાતે “સહકારથી સમૃદ્ધિ” કાર્યક્રમના ભાગરૂપે સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર વધારવાના હેતુસર વિશેષ સમીક્ષા બેઠક યોજાઈ. સહકાર ક્ષેત્રે નવિન પહેલો, સંકલન અને સંકલિત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં વિવિધ સહકારી મંડળીઓના પ્રમુખો, સચિવો, સહકારી બેંકોના પ્રતિનિધિઓ અને અન્ય સંબંધિત અધિકારીઓએ હાજરી આપી હતી. બેઠક દરમિયાન સહકારી સંસ્થાઓ વચ્ચે પરસ્પર સહકાર વધારવા, સંસાધનોના સંકલનથી વધુ સભ્યો સુધી સેવાઓ પહોંચાડવા અને સંસ્થાઓની કાર્યક્ષમતા વધારવા અંગે ચર્ચા કરવામાં આવી.

આ અવસરે ઉદ્દબોધન આપતાં અધિકારીઓએ જણાવ્યું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં દેશભરમાં સહકાર ક્ષેત્રે શ્રેષ્ઠતાની દિશામાં પ્રયત્નો ચાલી રહ્યા છે. “કો-ઓપરેટિવ્સ બિલ્ડ એ બેટર ફ્યુચર ફોર ઓલ” જેવા અભિગમ સાથે ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત બનશે અને લોકોના જીવનમાટેએ ઔર સારા અવસર ઊભા થશે.

સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભવિષ્યમાં વિવિધ તાલીમ, જાગૃતિ અભિયાન અને નીતિ સ્તરે સુધારાની પહેલ થવા પામી છે. સભ્ય સંસ્થાઓએ આ અભિયાનમાં સક્રિય સહભાગી બનવા અને સહકારી ભાવના દ્વારા સમાજ અને અર્થતંત્રના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande